આ મહિલા છે વિશ્વમાં સૌથી વધુ બાળકને જન્મ આપનાર સ્ત્રી, એક સાથે એટલા બાળકોને જન્મ આપ્યો કે નામ નોંધાયું વર્લ્ડ રેકોર્ડમાં…

સંતાનનો જન્મ આપવાની લાગણી દુનિયાની સૌથી શ્રેષ્ઠ લાગણી ગણાય છે. એક સ્ત્રી જ્યારે માતા બને છે તો તેનું જીવન સંપૂર્ણ થાય છે. બાળક 9 મહિના સુધી માતાના ગર્ભમાં રહે છે તેના કારણે માતા અને સંતાન વચ્ચે અદભુત સંબંધ હોય છે. આવી જ એક અનોખી માતા વિશે આજે તમને જણાવીએ.

સામાન્ય રીતે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય તો નવ મહિના પછી એક કે બે સંતાનોને જન્મ આપતી હોય છે. ક્યારેક જ બને કે એક સાથે ત્રણ સંતાનોનો જન્મ થાય. જોડિયા બાળકોનો જન્મ થાય તેવી ઘટના પણ ક્યારેક જ બનતી હોય છે. તેવામાં એક મહિલા એવી છે કે જેણે એક સાથે એટલા બાળકોને જન્મ આપ્યો કે તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો.

દક્ષિણ આફ્રિકાના ગોશિયામાં થમારા સિથોલે નામની મહિલા રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 37 વર્ષીય મહિલા ગર્ભવતી હતી અને તેના પેટનું કદ એટલું મોટું હતું કે તેને જોઈને લોકો દંગ રહી જતા.

તેની તસવીરો જોઈને જ સમજાઈ જાય છે કે તેના ગર્ભમાં એક કરતાં વધુ બાળકો છે. પરંતુ જ્યારે તેને બાળકોને જન્મ આપ્યો હોય ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા. થમારએ એક બે નહીં પણ 10 બાળકોને જન્મ આપ્યો. તેના દસે બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા.

તેને સફળ ડિલિવરી સાથે દસ બાળકોને જન્મ આપ્યો. ડોક્ટરોનું કહેવું હતું કે ડીલેવરી સરળ ન હતી પણ મુશ્કેલીથી તેને સફળતાપૂર્વક કરવામાં આવી જેથી કોઈપણ બાળકને અને માતાને સમસ્યા ન થાય. આ વિશ્વની પહેલી મહિલા છે જેણે એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય તેથી તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

તેના દસ બાળકોમાં સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. જોકે આ પહેલા જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યા હતા જે હાર છ વર્ષના છે. ત્યાર પછી તેને પહેલા પતિ સાથે છુટાછેડા લીધા અને બીજા લગ્ન કર્યા. ત્યાર પછી જ્યારે તે ગર્ભવતી થાય ત્યારે તેણે 10 બાળકોને જન્મ આપ્યો.

Leave a Comment