માતા મોગલ ના અનેક પરચા વિશે આજ સુધી તમે સાંભળ્યું હશે. અનેક ભક્તો એવા છે જેમને માતા મોગલ ઉપર અતૂટ શ્રદ્ધા છે તેનું કારણ છે કે જ્યારે પણ તેઓ માતા મોગલ ને યાદ કરે છે ત્યારે માતા હાજર થઈને તેમના સંકટ દૂર કરે છે. માતાજીનું નામ લેવાથી કોઈપણ ભક્ત દુઃખી રહેતો નથી બધાના દુઃખ માતા દૂર કરે છે.
માથા ઉપર વિશ્વાસ રાખવામાં આવે તો ચોક્કસથી મનોકામના પૂર્ણ થાય છે. કોઈપણ વ્યક્તિ માતાનાં દરબારમાંથી દુઃખી મને પરત જતો નથી બધા જ દુઃખમાંતા હરિ લેતા હોય છે. ઘણા ભક્તોની મનોકામના તો એટલી ઝડપથી પૂરી થઈ જાય કે ભક્ત સીધા જ માતાના દર્શન કરવા પહોંચી જતા હોય છે.
એવા અનેક કિસ્સા અહીં બન્યા છે કે જ્યારે મનોકામના પૂર્ણ થાય ત્યારે લોકો હજારો રૂપિયા માતાના ચરણોમાં ધરવા માટે આવી જાય છે પરંતુ અહીં કોઈપણ પ્રકારના રૂપિયાની ભેટ સ્વીકારવામાં આવતી નથી.
આવી જ રીતે એક ભક્ત પણ 51 સો રૂપિયા લઈને મોગલ ધામ આવ્યા હતા. તેના દીકરાને નોકરી મળતી ન હતી તેથી તેમણે દીકરા માટે માનતા રાખી હતી. માનતા રાખ્યા ના થોડા જ દિવસોમાં ચમત્કાર થયો અને તેના દીકરાને સારી નોકરી મળી ગઈ. ત્યાર પછી તે વ્યક્તિ પોતાના પરિવારના સભ્યો સાથે કબરાઉ આવ્યો અને માતાજીના આશીર્વાદ લઈને મણીધર બાપુને પણ મળ્યા.
મણીધર બાપુએ તે રૂપિયાની ઉપર એક રૂપિયો ઉમેરીને તે ભક્તોને પરત આપી દીધા અને કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે.