જ્યાં દવા કામ કરતી નથી ત્યાં પ્રાર્થના અસર કરી જાય છે. ઘણી વખત લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પણ બીમારીનો ઈલાજ મળતો નથી પરંતુ દર્દી શ્રદ્ધાથી સ્વસ્થ થઈ જતા હોય છે.
આવી જ એક ઘટના તાજેતરમાં કબરાઉ ધામ ખાતે બની. અહીં દર્શન કરવા આવેલા એક ભક્તોએ જણાવ્યું હતું કે તેમને ઘણા સમયથી છાતીમાં દુખાવો રહેતો હતો. હૃદયની તકલીફ હશે તેવું જાણીને તેમણે લાખો રૂપિયાની દવાઓ કરી અને ડોક્ટરો બદલ્યા. પરંતુ કોઈ પણ દવા અસર કરતી ન હતી છેવટે કંટાળીને તેમણે દવા કરવાનું પણ બંધ કરી દીધું. ત્યાર પછી તેમણે માતા મોગલ ને યાદ કરીને માનતા રાખી કે જો તેમની સમસ્યા દૂર થઈ જશે તો તે કબરાઉ ધામ દર્શન કરવા આવશે.
જે કામ લાખો રૂપિયાની દવા ન કરી શકી તે માતાની માનતા કરી ગઈ. તે વ્યક્તિને છાતીનો દુખાવો ધીરે ધીરે ઓછો થયો અને પછી સાવ સારું થઈ ગયું. જ્યારે રિપોર્ટ બધા જ નોર્મલ આવી ગયા તો તે વ્યક્તિ કબરાઉ ધામ દર્શન કરવા પહોંચી ગયો. તેણે મણીધર બાપુને 1100 રૂપિયા આપ્યા.
મણીધર બાપુ એ તેની ઉપર એક રૂપિયો મૂકીને તેને પરત કરી દીધો અને કહ્યું કે માતા તેનાથી પ્રસન્ન છે પરંતુ આ રૂપિયા તેની દીકરીને આપી દેવામાં આવે. આવી જ રીતે મોગલ ધામ ખાતે ઘણા ભક્તો આવે છે જેમની માતાએ ચિંતા દૂર કરી હોય.