જે વ્યક્તિ રોજ સવારે ચણ ખવડાવતો તેનું મોત થતાં છેલ્લી ઘડીએ કબૂતરએ કર્યું આવું કામ…

પશુ અને પક્ષી અબોલ હોય છે પણ તેઓ પણ પ્રેમની ભાષા સારી રીતે સમજે છે. તેઓ માણસ સાથે લાગણીથી જોડાઈ જતા હોય છે. કુદરતી સૃષ્ટિનું સર્જન એવું કર્યું છે કે જેમાં અબોલ પશુને પણ પ્રેમ આપવામાં આવે તો તેનો જીવ માણસ સાથે જોડાઈ જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં જોવા મળી.

આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેમને પક્ષીઓ માટે ખૂબ જ પ્રેમ હોય. તેઓ પક્ષીઓને રોજ ચળ ખવડાવવા પણ પહોંચી જતા હોય છે. આવા જ એક પક્ષી પ્રેમીનું તાજેતરમાં મૃત્યુ થતાં તેના અંતિમ સંસ્કાર સમયે એવા દ્રશ્યો સર્જાયા કે જેને જોઈને લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. આ ઘટના બની છે કપડવંજ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં.

અહીં રહેતા ગીરીશભાઈ મનહરભાઈ સોની નું તાજેતરમાં અવસાન થયું હતું. ગીરીશભાઈ ને પક્ષીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ રોજ સવારે પક્ષીઓને ચણ નાખવા જતા હતા. પરંતુ એક દિવસે રાત્રે 10 વાગ્યે તેમનું અવસાન થયું.

ગીરીશભાઈ નું અવસાન થતા બીજા દિવસે તેઓ ક્ષણ નાખવા પહોંચી શક્યા નહીં. જીવ્યા ત્યાં સુધી તેમનો નિયમ હતો કે તે પહેલા પક્ષીઓને ચણ નાખે અને પછી જ સવારની ચા પીવે. પરંતુ મૃત્યુ થયું તે દિવસે તેઓ ચણ નાખવા પહોંચ્યા નહીં તો ઘરની બહાર ચણની રાહ જોતા પક્ષીઓને પણ જાણે ખબર પડી ગઈ તેમ પક્ષીઓ અંદર આવવા લાગ્યા.

ઘરમાં ગીરીશભાઈ નું મૃતદેહ રાખ્યો હતો ત્યાં કબૂતર એકઠા થવા લાગ્યા. કેટલાક કબૂતર તો મૃતદેહની પ્રદક્ષિણા કરતા હોય તેમ તેમની આસપાસ ફરવા લાગ્યા અને તેમના નાક ઉપર બેસી રહ્યા. લાંબા સમય સુધી કબૂતરોને ગીરીશભાઈ ના મૃતદેહ સાથે બેઠેલા જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

Leave a Comment