લગ્નના 20 વર્ષ પછી માતા મોગલ ની માનતા થી ઘરે થયો એકસાથે દીકરી અને દીકરા નો જન્મ

માતા મોગલ ના પરચા અપરંપાર છે. જ્યારે દુનિયાના બધા જ રસ્તા બંધ થઈ જાય છે અને કામ અશક્ય લાગે છે ત્યારે ભક્તો માતાના ચરણે આવે તો માતા પડવારમાં તેની ચિંતા દૂર કરી દેતા હોય છે. એવા તો અનેક ભક્તો છે જેમની ચિંતા માતાએ પળવારમાં દૂર કરી હોય. જ્યારે આવા ચમત્કાર નો અનુભવ થાય છે તો ભક્તો દૂર દૂરથી માતાના દર્શન કરવા દોડી આવે છે.

લાખો એવા ભક્તો છે જેમને માતાના ચમત્કારનો અનુભવ થયો હોય. તાજેતરમાં જ એકદમ પતિ પણ પોતાના બાળકો સાથે મોગલમાના દર્શન કરવા આવ્યા હતા. આ દંપતી ના લગ્નને 20 વર્ષ થઈ ગયા હતા છતાં પણ તેમના ઘરે સંતાન સુખ ન હતું. અનેક પ્રયત્નો અને અઢળક દવાથી થાકેલા દંપતીએ માતા મોગલ ની માનતા રાખી અને એક જ વર્ષમાં માતાએ તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું.

જે દંપતિ 20 વર્ષથી સંતાન માટે તરસતું હતું તેના ઘરે એક સાથે દીકરી અને દીકરાનો જન્મ થયો. તેઓ બધી જ જગ્યાએથી નિરાશ થઈ ગયા હતા પણ માતાની માનતા રાખવાની સાથે જ તેમનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. સંતાનોના જન્મના થોડા સમયમાં તેઓ પોતાના સંતાનોને લઈને મોગલ ધામ દર્શન કરવા આવ્યા હતા અને સાથે જ મણીધર બાપુને મળીને પણ તેમના આશીર્વાદ લીધા.

તેમણે મણીધર બાપુને પણ જણાવ્યું કે આ વાતથી તેના પરિવારના બધા જ લોકો ખૂબ ખુશ છે કારણ કે પરિવાર છેલ્લા 20 વર્ષથી સંતાન માટે વલખા મારતું હતું તેવામાં એક સાથે માતાએ દીકરો અને દીકરી આપીને તેમનું જીવન ધન્ય કરી દીધું.

Leave a Comment