કુંભ મેળામાં જોવા મળતા નાગા સાધુ અચાનક થઈ જાય છે ગાયબ, ચાર વર્ષ સુધી નથી દેખાતા ધરતી પર ક્યાંય… જાણો ક્યાં જાય છે આ સાધુ

કુંભ મેળો હોય ત્યારે સાધુઓના અનેક સમૂહ જોવા મળે છે તેમાં સૌથી અલગ ઉતરી આવે છે નાગા સાધુ. આ સાધુઓ કુંભમેળા દરમિયાન જ જોવા મળે છે. કુંભમેળામાં સ્નાન અને કુંભમેળાની સમાપ્તિ સાથે જ આ બધા જ સાધુ ગાયબ થઈ જાય છે ત્યારે લોકોના મનમાં પણ પ્રશ્ન આવે છે કે આ સાધુ કઈ જગ્યાએ વાત કરતા હોય છે અને શા માટે તેઓ ફક્ત કુંભમેળા સમયે જ દેખાય છે.

જણાવી દઈએ કે નાગા સાધુઓ હિમાલય અને અન્ય પર્વત જ્યાં નિરજન જંગલો આવેલા હોય ત્યાં તપસ્યા કરતા હોય છે. તેઓ જંગલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે અને તપસ્યા કરે છે. અવસ્થામાં હોવાથી ગુપ્ત સ્થળોએ જ તપસ્યા કરે છે. તેઓ પોતાનું પેટ ભરવા માટે જંગલની જડીબુટ્ટી અને કંદમાંથી ખાદ્ય પદાર્થો એકત્ર કરે છે..

કોઈ વ્યક્તિને તેમના વિશે ખબર ન પડે તે માટે નાગા સાધુઓ જંગલના રસ્તે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે જ્યાં કોઈ વ્યક્તિ આવતી જતી ન હોય. નિર્જણ રસ્તાઓ હોય ત્યારે જ તેઓ મુસાફરી કરે છે સામાન્ય રીતે તેઓ રાત દરમિયાન મુસાફરી કરે છે અને દિવસે જંગલમાં આરામ કરે છે તેથી તેઓ ક્યારેય કોઈને દેખાતા નથી.

નાગા સાધુઓ ખૂબ જ કડક જીવનશૈલીનું પાલન કરે છે અને પોતાની જાતને બધા જ લોકોથી છુપાવીને રાખે છે. સાધુઓના અખાડા ની પરંપરા મુજબ અખાડાનો કોટવાલ હોય છે જ્યારે તેઓ દીક્ષા પૂર્ણ કરે છે ત્યારે અખાડો છોડીને આધ્યાત્મિક સાધના કરવા માટે જંગલ અને પર્વતીય વિસ્તારમાં જતા રહે છે.

તેમના માટે કુંભ અને અર્ધ કુંભ ખૂબ જ મહત્વનો તહેવાર હોય છે તેથી ત્યારે તેઓ કુંભમેળામાં અચૂક હાજરી આપે છે. કુંભ મેળાની સમાપ્તિ સાથે જ તેઓ ફરીથી પોતાના અજ્ઞાતવાસમાં જતા રહે છે.

Leave a Comment