મહિલાને અચાનક દુખાવો થયો પેટમાં… હોસ્પિટલે સારવાર માટે દાખલ કરી તો જે સત્ય આવ્યું સામે તે જાણીને પરિવાર ચોકી ગયો

ડોક્ટરોને ભગવાનનું બીજું સ્વરૂપ કહેવામાં આવે છે. કારણ કે તેઓ મરણ પથારીએ પડેલા દર્દીઓને સારવાર કરીને નવું જીવન આપતા હોય છે. આવી જ એક ઘટના તાજેતરમાં અમદાવાદની પ્રખ્યાત svp હોસ્પિટલમાં બની. જ્યાં એક મહિલાને ડોક્ટરોની ટીમે સફળ સર્જરી કરીને નવું જીવન આપ્યું. 55 વર્ષીય એક મહિલાને અહીં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તેની એક જટિલ સર્જરી કરવી પડી હતી.

મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર એક દિવસ અચાનક મહિલાના પેટમાં સખત દુખાવો થવા લાગ્યો. દુખાવો અસહ્ય હોવાથી પરિવારના લોકોએ તેને તુરંત જ એસપીપી હોસ્પિટલમાં દાખલ કરી. અહીં ડોક્ટર એ તપાસતા જાણવા મળ્યું કે મહિલાના પેટમાં પાંચ કિલોની એક ગાંઠ બની ગઈ છે. ગાંઠ એટલી મોટી હતી કે તેની જટિલ સર્જરી કરવી પડે એમ હતી.

મહિલા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ ધરાવતી હતી તેથી એસવીપી હોસ્પિટલમાં તેની જટિલ સર્જરી પણ નિશુલ્ક કરવામાં આવી. કલાકોની સર્જરી અને સારવાર પછી મહિલાના પેટમાંથી ડોક્ટરોની ટીમે પાંચ કિલોની ગાંઠ કાઢી અને તેને નવું જીવન આપ્યું. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની સોનોગ્રાફી થઈ ત્યારે ખબર પડી કે તેના પેટમાં પાંચ કિલોની ગાંઠ બની ગઈ છે.

પેટમાં બનેલી પાંચ કિલોની ગાંઠને બહાર કાઢવી અને તે પણ મહિલાનું જીવ જોખમમાં ન મુકાય તે રીતે તેના માટે ડોક્ટરોની ટીમે કલાકોની જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી.

Leave a Comment