12 કલાકમાં જ મોગલ માતાએ મહિલાની માનતા કરી પૂરી, 51 હજાર રૂપિયા લઈને મહિલા પહોંચી મંદિરે અને પછી….

માતા મોગલના દર્શન કરવા માત્રથી ભક્તોની ચિંતા અને દુઃખ દૂર થઈ જાય છે. માતાએ અત્યાર સુધીમાં લાખો ભક્તોને તેના પરચા આપ્યા છે. જેમ કોઈ માતા પોતાના સરકારને પીડામાં જોઈ શકે નહીં તેમ મોગલ માતા પણ પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી.

ભક્ત જ્યારે સંકટમાં હોય અને માતાને યાદ કરે તો તુરંત જ માતા તેનું સંકટ દૂર કરી દે છે. ભક્તો પણ જ્યારે તેમની સમસ્યા દૂર થઈ જાય છે તો સૌથી પહેલા માતાના ચરણોમાં શીશ ઝૂકાવવા આવી જાય છે.

આજ સુધીમાં લાખો ભક્તોએ માતાના પરચા નો અનુભવ કર્યો હશે. માતાના ભક્તો ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે. આજે તમને આવા જ એક પરચા વિશે જણાવીએ. એ કેવી મહિલા વિશે જણાવીએ જેની માનતા માતાએ 12 કલાકમાં જ પૂરી કરી દીધી.

12 કલાકમાં જ પોતે માનેલી માનતા પૂરી થતાં મહિલા 51 હજાર રૂપિયા લઈને કચ્છના કબરાઉ ધામના મંદિરે પહોંચી હતી. અહીં તે મણીધર બાપુને મળી અને તેના આશીર્વાદ લીધા. મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેને શેની માનતા હતી ત્યારે મહિલાએ જણાવ્યું કે તેનું મકાન વેચાતું ન હતું તેથી તેણે મોગલ મા ની માનતા રાખી હતી. માતા રાખ્યા ના 12 કલાકમાં જ મકાન વેચાઈ ગયું અને સારા એવા રૂપિયા મળ્યા તેથી તે 51 હજાર રૂપિયા લઈને મંદિરે દર્શન કરવા આવી છે.

મણીધર બાપુએ તેને આપેલા રૂપિયા પરત કરી દીધા અને કહ્યું કે આમાંથી અડધા અડધા રૂપિયા તેની નણંદ અને દીકરીને આપી દેવામાં આવે માતા મોગલ ને આવા દાનની જરૂર નથી તેની માનતા માતાએ 51 ગણી સ્વીકારી લીધી.

Leave a Comment