આજે તમને એક સંત મહાત્મા વિશે જણાવીએ જેમના જીવન વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આ બાબાનું નામ સત્યનારાયણ બાબા છે અને તે છત્તીસગઢના છે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી તપસ્યા કરે છે.
તેમને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે કારણ કે છેલ્લા 22 વર્ષથી તે એક જ જગ્યાએ બેસીને તપસ્યા કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં જ્યારે તેઓ એક શાળાએ ગયા હતા ત્યારે તેમને એક પથ્થર જોવા મળ્યો અને તેમણે આ પથ્થરને શિવલિંગ માનીને ત્યાં જ તપસ્યા કરવાનું નક્કી કરી લીધું.
તેમણે તે દિવસથી તપસ્યા શરૂ કરી દીધી અને આ ઘટનાને હવે 22 વર્ષ થઈ ગયા છે છતાં પણ તેઓ એક જગ્યા પર બેસીને તપસ્યામાં લીન છે. 22 વર્ષથી એક ને એક જગ્યાએ બેઠેલા સંતને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને તેમના આશીર્વાદ લેતા હોય છે.
લોકોનું માનવું છે કે 22 વર્ષ સુધી સતત એક જગ્યા પર બેસીને તપસ્યા કરવી એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી આ વ્યક્તિમાં કોઈ દિવ્ય આત્માનો વાસ છે. લોકોની માન્યતા એવી પણ છે કે તેમના આશીર્વાદ લેવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનના દુઃખ દૂર થાય છે.