એક સ્ત્રીએ રાજા ને આપેલા શ્રાપના કારણે મોરબીમાં સમયાંતરે સર્જાય છે હોનારત… જાણો લોકવાયકા વિશે

ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું અને સતત વિકસતું મોરબી દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તાજેતરમાં જ અહીં જુલતો ફૂલ તૂટી પડવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યો અને ફરી એકવાર હોનારત જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ ગુજરાત ભરને હજમચાવી દીધું કારણ કે આ ઘટનામાં ગુજરાત ભરના અનેક લોકોએ જીવ ગુમાવ્યો અને કેટલાક લોકો ઘાયલ થયા.

આ અકસ્માત પાછળ લોકોનું કહેવું છે કે મોરબી ને એક શ્રાપ મળેલો છે તેના કારણે આ હોનારત સર્જાઈ હતી. આ પહેલા પણ એક હોનારત સર્જાઇ હતી જે શ્રાપનું જ પરિણામ છે. આ શ્રાપ પાછળ એક રહસ્ય જોડાયેલું છે અને એક લોકવાયકા પણ ખૂબ જ પ્રચલિત છે.

લોકવાઇકા અનુસાર મોરબીના રાજા જીયાજી જાડેજા એક સ્ત્રી તરફ આકર્ષિત થયા હતા. તે સ્ત્રીને રાજા પસંદ ન હતા તેમ છતાં રાજાએ તેને ખૂબ જ હેરાન કરી હતી. અંતે સ્ત્રીએ કોઈ માર્ગ ન મળતા મચ્છુ નદીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. જો કે સ્ત્રીએ મળતા મળતા રાજાને શ્રાપ આપ્યો કે સાત પેઢી પછી તેનો વંશ નહીં રહે અને મોરબી શહેર નહીં રહે.

ત્યારથી એક લોકવાયકા પ્રચલિત થઈ છે કે તે સ્ત્રીના શ્રાપના પરિણામે મોરબી શહેરમાં વારંવાર આવી હોનારતો સર્જાય છે. 1789 માં જળ હોનારત સર્જાઈ હતી જેમાં મચ્છુ ડેમમાં પાણીની આવક વધી જતા ડેમ તૂટી ગયો હતો અને શહેર પાણીમાં વહી ગયું હતું જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ત્યાર પછીથી જ્યારે જ્યારે આવી મોટી હોનારત સર્જાય છે અને તેમાં લોકોના મોત થાય છે તો તેની પાછળનું મુખ્ય કારણ તે સ્ત્રીએ આપેલા શ્રાપને માનવામાં આવે છે. મોરબી શહેરના લોકો પણ માને છે કે શહેર ઉપર પાણીની ઘાત રહેલી છે. દર 21 વર્ષે મોરબીમાં આવી કોઈને કોઈ દુર્ઘટના સર્જાય છે જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે.

Leave a Comment