કળિયુગમાં પણ આજના હજૂર હોય અને પોતાના ભક્તોને પરચા આપતી હોય તેવી માતા મોગલ કબરાઉમાં સાક્ષાત બિરાજે છે. માતા મોગલ ને યાદ કરનાર ભક્ત આજ સુધી ક્યારેય દુઃખી થયો નથી. માતા પોતાના ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિના ખજાના ખોલી દે છે. રોજ અહી મોટી સંખ્યામાં ભક્તો મોગલ માતાના દર્શન કરવા આવે છે. અત્યાર સુધીમાં લાખો ભક્તોના દુઃખ માતાએ દૂર કર્યા છે.
માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશમાં વસતા લોકોને પણ માતા મોગલ એ પરચા આપ્યા છે. આવી જ રીતે એક યુવકને માતાએ પોતાનો પરચો દેખાડ્યો હતો. આ યુવક પોતાની સાથે દસ હજાર રૂપિયા લઈને માતાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવ્યો હતો. તે મણીધર બાપુને મળ્યો અને 10,000 રૂપિયા આપ્યા.
મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેની માનતા શા માટે હતી. ત્યારે યુવકે જણાવ્યું કે તેના લગ્નમાં સતત વિઘ્ન આવી રહ્યા હતા. ઘણા પ્રયત્નો કરવા છતાં તેના લગ્ન થતાં ન હતા. એક દિવસ લગ્ન થઈ જાય તે માટે તેણે માતા મોગલ ની માનતા રાખી. સાથે જ નક્કી કર્યું કે તેના લગ્ન થઈ જશે તો તે મંદિરમાં 10000 રૂપિયા ચડાવશે.
માનતા રાખ્યાના થોડા જ સમયમાં યુવકની સગાઈ થઈ ગઈ અને કોઈ પણ જાતના વિઘ્નવીના તેના લગ્ન પણ ધામધૂમથી થઈ ગયા. યુવકની ઈચ્છા પૂરી થઈ જતા લગ્ન પછી તે પોતાના પરિવાર સાથે મોગલધામ આવ્યો અને મણીધર બાપુને 10,000 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ એ પૈસા હાથમાં લઈને પરત કરી દીધા અને કહ્યું કે માતા મોગલ એ તેની માનતા 151 ગણી સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે.