દર શુક્રવારે આ ભક્ત દંડવત કરતા કરતા જાય છે પાવાગઢ દર્શન કરવા

કેટલાક લોકોને ભક્તિનો રંગ એવો લાગી જાય છે કે તેમના માટે કષ્ટ કઈ રહેતું નથી. આવા જ એક અનોખા ભક્ત વિશે આજે તમને જણાવીએ. આ વ્યક્તિની ભક્તિમાં એટલી શક્તિ છે કે તે કપરાકાર્ય સરળતાથી કરી દે છે. તેના વિશે જાણીને તમને પણ થશે કે આવી ભક્તિ દરેક વ્યક્તિ ન કરી શકે.

આ વ્યક્તિનું નામ છે અલ્પેશ બાપજી. તેઓ મહાકાળી માતાજીના પરમ ભક્ત છે. વર્ષોથી તેમની શ્રદ્ધા મહાકાળી માતા સાથે જોડાઈ ગઈ છે એટલા માટે જ દર શુક્રવારે તેઓ પાવાગઢ પર બિરાજતા મહાકાળી માના દર્શન કરવા જાય છે. અલ્પેશ બાપજી દર શુક્રવારે પાવાગઢના પગથિયાં દંડવત કરતા કરતા ચડે છે અને માતાજીના દર્શન કરે છે.

કોઈ એક દિવસ પણ આવું કરવું હોય તો પરસેવો છૂટી જાય પરંતુ તેઓ દર શુક્રવારે આવી રીતે મહાકાળી માના દર્શન કરવા જાય છે. મોટાભાગના લોકો તો મહાકાળી માના દર્શન કરવા માટે પગથિયા પણ ચડતા નથી તેઓ રોપવે ચડીને જાય છે તેવામાં અલ્પેશ બાપજી પગથિયા પર દંડવત કરતા કરતા જાય છે.

પગથીયા ચડવાથી પણ થાક લાગે તેવામાં પગથિયાં ઉપર દંડવત કરતા કરતા ચડવું તે કોઈ સાધારણ વ્યક્તિનું કામ નથી. તેના માટે માથામાં અપાર શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રદ્ધાના કારણે જ અલ્પેશ બાપજી જુસ્સાથી ભરપૂર રહે છે અને દર શુક્રવારે સરળતાથી પાવાગઢનો ડુંગર ચડી જાય છે.

Leave a Comment