આ ગાય માટે ચાર લોકો રહે છે સતત ખડે પગે… ગાય રહે છે એક કરોડના બંગલામાં

જો તમે કોઈ વ્યક્તિને કરોડો રૂપિયાના બંગલામાં રહેતા જુઓ અને નોકર આગળ પાછળ ફરતા હોય તેવું જોવામાં આવે તો કહેવાનું મન થાય કે શું નસીબ લઈને આ વ્યક્તિ આવ્યો છે.. તેવામાં આજે તમને એક એવી ગાય વિશે જે આવું ભવ્ય જીવન જીવી રહી છે. રાજસ્થાનના રાણીવાડમાં એક ગાય વૈભવી જીવન જીવી રહી છે. આ ગાયની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

આ ગાયનું નામ રાધા છે અને તે એક કરોડ રૂપિયાના બંગલામાં રહે છે તેના માટે રોજ દેશી ઘી ના લાડુ બને છે. તેની સેવાચાકરી માટે ચાર લોકો 24 કલાક ખડે પગે રહે છે. રાધા નામની આ ગાય બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિતની છે. તે મુંબઈમાં રહીને પોતાનો બિઝનેસ કરે છે અને તેના બંગલામાં તેની ગાયને વૈભવી જીવન થી રાખે છે. થોડા સમય પહેલાં નરેન્દ્ર પુરોહિત એક ગૌશાળામાં ગયા હતા. તેમણે આ ગાય ક્યાં જોઈ અને તેને જોઈને ઈચ્છા થઈ ગઈ કે આ ગાયને તે પોતાના ઘરે લઈ જશે.

તેઓ ગાયને ઘરે લાવ્યા અને ત્યારથી તેના જીવનમાં પણ સમૃદ્ધિ અને ખુશીઓ વધવા લાગી. ગાય તેમના ઘરે આવે ત્યારથી તેમનો બિઝનેસ પણ વધવા લાગ્યો. રાધા ના આશીર્વાદથી તેમ તેઓ દિવસને દિવસે પ્રગતિ કરવા લાગ્યા અને આગળ વધવા લાગ્યા તેથી તેમને ગાયની સેવા કરવા માટે ચાર લોકોને રાખ્યા અને તેના ઘરમાં રોજ સવાર સાંજ ગાયની પૂજા થવા લાગી.

એક કરોડ રૂપિયાના બંગલામાં ગાય આખો દિવસ ફરતી રહે છે તેને ક્યારેય બાંધવામાં આવતી નથી. ગાયને તાજા ઘી માંથી બનાવેલી વસ્તુ ખવડાવવામાં આવે છે. ગાયની સેવા ચકરી માટે ચાર લોકો સતત ખડે પગે રહે છે.

Leave a Comment