આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે 185 લોકો, રોજ બને છે 75 કિલો લોટ ની રોટલી

આધુનિક સમયમાં સંયુક્ત કુટુંબ ખૂબ ઓછા બાકી રહ્યા છે. આજના સમયમાં લોકો વિભક્ત કુટુંબમાં રહે છે. પરંતુ આજે તમને દુનિયાના સૌથી મોટા પરિવાર વિશે જણાવીએ જ્યાં આજે પણ સંયુક્ત કુટુંબમાં લોકો રહે છે. આ પરિવાર મિઝોરમ માં રહે છે. ચનાના પરિવાર તરીકે જાણીતા આ પરિવારમાં 181 સભ્યો રહે છે. જીઓના ચનાનો પરિવાર દેશનું સૌથી મોટો પરિવાર છે.

પરિવારમાં 185 લોકો રહે છે પરંતુ બધા જ લોકો એકબીજા સાથે ખુશ છે. 185 સભ્યોનો પરિવાર રાજી ખુશીથી એકબીજાની સાથે વર્ષોથી રહે છે. આ પરિવારના મુખ્ય વ્યક્તિ ભવરલાલ માલી છે. તે પરિવાર માટે જરૂરી બધા જ નિર્ણય કરે છે.

185 સભ્યોના આ પરિવાર માટે રોજ 75 કિલો લોટ ની રોટલીઓ બને છે. પરિવારની રસોઈ બનાવવા માટે રસોડામાં 10 જુલાં છે જેના ઉપર રસોઈ બને છે. આ પરિવારના મુખ્ય વ્યક્તિ તેમના દાદા સુલતાન માલી હતા. તેમને છ પુત્રો હતા તેમાંથી ભવરલાલ સૌથી મોટા હતા અને તેનાથી ત્રણ નાના ભાઈઓ હતા.

તેમના દાદાએ ચારે દીકરાઓને સાથે રાખ્યા અને હંમેશા સાથે રહેવાનું જ શીખવ્યું તેના કારણે તેમના પુત્રોએ પણ આ પરંપરાને જાળવી રાખી અને આજે પણ તેમનો પરિવાર એક સાથે રહે છે.

તેમના પરિવારમાં 55 પુરુષો 55 મહિલા અને 75 જેટલા બાળકો છે. તેમના પરિવારમાં 125 થી વધારે મતદારો છે જ્યારે પણ અહીં સરપંચની ચૂંટણી હોય ત્યારે આ પરિવારને ખાસ મહત્વ આપવામાં આવે છે. આ પરિવાર પહેલા ખેતી ઉપર નિર્ભર હતો પરંતુ પરિવારના સભ્યો વધતા આવકના સાધનો પણ વધારવામાં આવ્યા. હવે તેમના પરિવાર ખેતી ડેરી, મકાન સામગ્રી વગેરેનું કામ કરીને પરિવાર ચલાવે છે.

Leave a Comment