આપણા દેશમાં ધર્મમાં આસ્થા ધરાવતા લોકોની સંખ્યા કરોડોમાં છે. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુસાર ભગવાનની ભક્તિ કરે છે. અત્યાર સુધીમાં તમે અનેક ભક્તો વિશે સાંભળ્યું હશે જે પોતાની માનતા પૂરી થતાં મોંઘી વસ્તુઓની ભેટ ભગવાનને ચડાવે છે. આજે તમને એક એવા ભક્ત વિશે જણાવીએ જેના વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ વ્યક્તિએ પોતાની માનતા પૂરી થતાં ભગવાનને ચાંદીથી બનેલા બે ઘોડા અર્પણ કર્યા છે.
આ વ્યક્તિએ રામદેવ પીરની માનતા રાખી હતી. તેની માનતા પૂરી થતાં તેણે ચાંદીમાંથી બનેલા બે ઘોડા ભગવાનને અર્પણ કર્યા છે. ઘોડાનું વજન 150 કિલો જેટલું છે અને તેની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા છે. જ્યારે બે ચાંદીના ઘોડા મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા તો મોટી સંખ્યામાં ભક્તો તેના દર્શન કરવા આવ્યા હતા.
રામદેવપીર મહારાજના રણુજા ખાતે આવેલા મંદિરમાં આ ચાંદીના બે ગોળા અર્પણ કરવામાં આવ્યા જેમાં એક ગોળાનું વજન 150 કિલો અને બીજા ઘોડાનું વજન 20 કિલો જેટલું છે. ચાંદીના આ ઘોડા મુંબઈના જ્વેલર્સ ઓમ પ્રકાશ ખત્રીએ ભેટ કર્યા છે.
તેમનું સોના ચાંદીનો મોટો વ્યવસાય છે અને તેઓ રામદેવપીર માં આસ્થા ધરાવે છે. એક દિવસ રામદેવપીર મહારાજ તેના સપનામાં આવ્યા અને ત્યાર પછી તેને ઈચ્છા થઈ કે રામદેવપીર મહારાજના મંદિરમાં ચાંદીના ઘોડા અર્પણ કરવામાં આવે. ત્યાર પછી પરિવારના લોકોએ ચાંદીના બે ઘોડા તૈયાર કરાવ્યા જેમાંથી એકનું વજન 150 કિલો અને બીજાનું વજન ૨૦ કિલો છે. આ બંને ઘોડા ની કિંમત અંદાજે એક કરોડ જેટલી છે.
રામદેવપીર મંદિરે આ ઘોડા ચડાવવામાં આવ્યા તે પહેલા ઘોડાને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટીયા હતા અને ઘોડાના દર્શન કર્યા હતા.