શાકભાજીની લારી ચલાવતા પિતાની દીકરીએ ન્યાયાધીશ બનીને પરિવારનું વધાર્યું ગૌરવ

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ પણ ખૂબ જ આગળ વધી રહી છે. તેનું વધુ એક ઉદાહરણ ગુજરાતના નાનકડા એવા ગામની દીકરીએ ન્યાયાધીશ બનીને પૂરું પાડ્યું છે. આ દીકરી ના પિતા શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની દીકરીએ ઘણી ઘણી ને પિતાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે.

દ્વારકાના ખંભાળિયાના નાનકડા એવા ગામની દીકરીએ મહેનત કરીને અભ્યાસ કર્યો અને હવે તે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી પામી છે. તેનું નામ પાર્વતી મોકરીયા છે અને તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહે છે. પાર્વતી ના પિતા દેવરામભાઈ માત્ર બે ધોરણ ભણેલા છે જ્યારે તેના માતા નિરીક્ષક રહી ચૂક્યા છે.

દેવરામભાઈ શાકભાજીની લારી ચલાવીને પરિવારનું ચલાવતા તેના કારણે તેમની આવક પણ ખૂબ ઓછી હતી પરંતુ તે પુત્રીને ભણાવવામાં કોઈ પણ કસર છોડતા નહીં. મહેનત કરીને તેમણે દીકરીના અભ્યાસ માટે દિવસ રાત એક કર્યા જેનું પરિણામ છે કે આજે તેમની દીકરી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બની છે અને સમગ્ર ખંભાળિયા પંથકમાં તેના પરિવારનું ગૌરવ વધારી રહી છે.

પાર્વતી મોકરીયા એ જામનગર માં ધોરણ 12 નો અભ્યાસ કર્યો અને પછી એડવોકેટ અનિલ મહેતા ની ઓફિસમાં ઇન્ટર્નશિપ કરી હતી. જ્યારે એલએલબી ની એકઝામ આપવાની હતી ત્યારે તે બીમાર હતી તો પણ તેણે પરીક્ષામાં બેસવાનું પસંદ કર્યું. તેને સખત મહેનત કરી અને ધીરજ રાખી તેનું પરિણામ તેને સફળતા સાથે મળ્યું.

Leave a Comment