પોતાનું બધું જ ગુમાવી બેઠેલા વ્યક્તિએ રાખી માતા મોગલ ની માનતા, થોડા જ સમયમાં થયો ચમત્કાર

કચ્છની ધરતી ઉપર કબરાઉ ખાતે માતા મોગલ સાક્ષાત બિરાજે છે. અહીં મંદિરમાં પગ મુકતાની સાથે જ ભક્તો પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી જય માં મોગલ બોલી ઊઠે છે. જ્યારે આ શબ્દો મોઢામાંથી નીકળે છે તો મનની ચિંતા અને દુઃખ દૂર થઈ જાય છે.

માથામાં આસ્થા ધરાવતા હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા રોજેરોજ આવે છે. માતાના દર્શન કરવાથી આંખમાં હરખના આંસુ આવી જાય છે. માતા અહીં સાક્ષાત બિરાજતા હોય તેવી અનુભૂતિ ભક્તોને થાય છે. તાજેતરમાં જ માતાના દર્શને સુરતથી એક પરિવાર આવ્યો હતો.

પરિવારના લોકો મણીધર બાપુ સામે બેઠા અને પછી તેમના હાથમાં 72 હજાર રૂપિયા આપ્યા. મણીધર બાપુએ પરિવારને પૂછ્યું કે આ શેના માટે છે તો પરિવારના લોકોએ જણાવ્યું કે થોડા સમય પહેલા તેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. ધંધો ચાલતો ન હતો અને માથે દેવું થઈ ગયું હતું આ સમય પરિવાર માટે ખૂબ જ કપરો હતો. તેવામાં તેમણે માતાની માનતા રાખી અને માતાને યાદ કરીને નક્કી કર્યું કે આ સમયમાંથી માતા તેને ઉગારી લે. માતાની મમતા રાખ્યાના થોડા જ સમયમાં તેના વેપારમાં પ્રગતિ થવા લાગી અને ફરીથી આર્થિક સ્થિતિ સુધરી ગઈ.

પરિવાર સુખ સમૃદ્ધિથી ખુશ ખુશાલ થઈ ગયો તેથી પરિવારના બધા જ સભ્યો સુરતથી કચ્છ દર્શન કરવા આવ્યા અને મણીધર બાપુને 72 હજાર રૂપિયા મંદિર માટે આપ્યા. મણીધર બાપુએ કહ્યું કે માતા મોગલ એ તેની માનતા 101 ગણેશ સ્વીકારી છે હવે આ રૂપિયા તેના પરિવારની દીકરીઓને રાજી ખુશીથી આપી દેવામાં આવે.

Leave a Comment