બનાસકાંઠાના એક ખેડૂતે પોતાની મહેનતથી આખા ગામનું ભવિષ્ય કર્યું ઉજવળ

વ્યક્તિ જ્યારે કોઈ કામ કરવાનું નક્કી કરી લે છે તો તેને આગળ વધતા કોઈ અટકાવી શકતું નથી. તાજેતરમાં જ આવી ઘટના બનાસકાંઠામાં બની છે જ્યાં એક ખેડૂતે પોતાની ઈચ્છા શક્તિથી પોતાનું નસીબ તો બદલ્યું જ પરંતુ સાથે જ સમગ્ર ગામને પણ ઉજ્જવળ ભવિષ્ય આપ્યું.

બનાસકાંઠા જિલ્લામાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે તેના કારણે ખેડૂતો ઘણા પાક લઈ શકતા નથી પરંતુ એક ખેડૂતે પોતાની મહેનતથી નસીબ બદલી નાખ્યા. એક સમયે બનાસકાંઠાના આ ગામમાં એવી તકલીફ હતી કે લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડતા તેવામાં શિરપુર ગામના એક ખેડૂતે ખેતરમાં ખેત તલાવડી બનાવીને નસીબ બદલી નાખ્યો.

અણદાભાઈએ 10 વીઘા જમીનમાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે ખેત તલાવડી બનાવવાનું નક્કી કર્યું. આટલી મોટી જમીનમાં પાણીના કારણે તે ખેતી કરી શકતા ન હતા તેથી પાણીની સમસ્યાને દૂર કરવાનું જરૂરી બની ગયું. તેમણે પોતાના એક ખેતરમાં ખેત તલાવડી બનાવી દીધી જેના કારણે વરસાદનું બરબાદ થતું પાણી ખેત તલાવડીમાં એકત્ર થવા લાગ્યું.

ખેત તલાવડી ના કારણે એટલું પાણી એકત્ર થયું કે શિયાળા દરમિયાન જ્યાં પહેલા ખેતી થઈ શકતી ન હતી ત્યાં આજે લીલાછમ ખેતર ઊભા છે.

Leave a Comment