ગીરમાં રહેતા સાવજ અને માલધારીની મિત્રતા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી…

જેની સાથે મન મળી જાય તેની સાથે મિત્રતા ગાઢ થઈ જતી હોય છે. મિત્રતા બે વ્યક્તિ વચ્ચે જ હોય તેવું નથી પશુ અને માણસ વચ્ચે પણ મિત્રતા હોઈ શકે છે. આજે તમને ગીરના જંગલમાં વસતા સિંહ અને એક માલધારીની મિત્રતા વિશે જણાવ્યું.

ગીરની સુંદરતાથી કોઈ પણ વ્યક્તિ મોહિત થઈ જાય તેવામાં આજે તમને ગિરનાર નેહમાં વસતા માલધારીની વાત જણાવીએ. 1970 માં અહીંથી માલધારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારને સિંહના અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યો. ગીરના જંગલોમાં વસતા માલધારીઓને ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી શરૂ થઈ તેવામાં અનેક માલધારીઓને ગીરનું જંગલ છોડવું પડ્યું.

ત્યાર પછી અહીં રિસર્ચની કામગીરી શરૂ થઈ રિસર્ચ કરવા આવેલા નિષ્ણાતે ગીરના એક ચારણ માલધારી ઝીણાભાઈ ને પોતાની સાથે રાખ્યા હતા કારણ કે તે જંગલના જાણકાર હતા.

તે સમયે ટીલિયા નામનો એક સિંહ પણ અહીં લોકપ્રિય હતો. 1955 થી 60 સુધીમાં તે અહીંનો શક્તિશાળી સિંહ ગણાતો. તેના વિશે કહેવાતું કે તે ભેંસનો શિકાર કરે તો તેને ગળેથી ઊંચકીને લઈ જતો. આ સિંહ એટલો શક્તિશાળી અને કદાવર હતો. આ સિંહની અને ઝીણાભાઈ ની મિત્રતા પણ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.

કુદરતનું રુંણાનુંબંધ હોય તેમ ઝીણાભાઈ સુતા હોય તેની નજીક આવીને આ સિંહ ઘણી વખત સૂઈ જતો. એક વખતની વાત છે ઝીણાભાઈ રાત્રે ખેતરમાં સુતા હતા તે સમયે ટીલ્યો તેમની બાજુમાં આવી ગયો ભારે ઊંઘમાં હોવાના કારણે ઝીણાભાઈ ને ખબર ન હતી કે ત્યાં સિંહ બેઠો છે.

સિંહે ત્રાડ પાડીને પોતાનું પંજો ઝીણાભાઈ ની છાતી પર મૂક્યો. ઝીણાભાઈ જાણી ગયા કારણકે તેણે આ ત્રણ પહેલા પણ સાંભળી હતી પણ તે જરા પણ ડર્યા નહીં. તેમની હિંમત જોઈને જાણે સિંહ પણ સમજી ગયો હોય તેમ તેણે પંજો પાછો લઈ ગયો અને ત્યારથી તેમની દોસ્તી થઈ ગઈ.

આવી જ રીતે એક વખત ઝીણાભાઈ રાત્રે સુતા હતા ત્યારે સિંહે બકરાને પકડી લીધું હતું. ઝીણાભાઈ ઊંઘમાંથી જાગી ગયા અને તેણે તરત જ બકરાને સિંહના હાથમાંથી છોડાવી દીધું અને તેને ખાવા ન દીધું.

Leave a Comment