ભારતમાં અનેક પ્રખ્યાત યાત્રાધામો આવેલા છે તેમાંથી એક ઉત્તરખંડનું કેદારનાથ મંદિર પણ છે. આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શન કરવા જાય છે. કેદારનાથ મંદિરે એક ચમત્કારી ઘટના બની હતી .
આ ઘટના લગભગ ૧૦૦ વર્ષ પહેલા બની હતી જેમાં એક શિવભક્ત જે પોતાની નબળી આર્થિક સ્થિતિ દૂર થાય તે માટે કેદારનાથ પગપાળા દર્શન કરવા પહોંચ્યો હતો. તે વ્યક્તિ ભગવાન શિવનો ભક્ત હતો અને બે મહિના સુધી યાત્રા કરીને તે કેદારનાથના દ્વાર પર પહોંચ્યો. પરંતુ ત્યાં સુધી મંદિરના દરવાજા બંધ કરવાનો સમય થઈ ગયો હતો. શિવજીના પરમ ભક્તોએ પૂજારીને પ્રાર્થના કરી કે તેને દર્શન કરવા દેવામાં આવે.
પરંતુ પૂજારીએ કહ્યું કે હવામાન બદલી ગયું છે અને હવે મંદિરના દરવાજા છ મહિના સુધી ન ખુલી શકે. જોકે ભક્તો પણ ત્યાં જ બેસી ગયો અને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે દર્શન નહીં કરે ત્યાં સુધી ઘરે પરત નહીં ફરે. થોડા જ દિવસમાં મંદિરની આસપાસ બરફ પડવા લાગ્યો અને મંદિરના દરવાજા પણ ઢંકાઈ ગયા. પરંતુ તેમ છતાં તે ભક્ત ત્યાં જ બેસી રહ્યો. એક સાધુ ત્યાં આવ્યો અને તેને ભોજન કરાવી ગયો. ભોજન કરાવ્યા પછી તે ભક્ત સૂઈ ગયો.
જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે તેની આસપાસ થોડી ગરમી થઈ ગઈ હતી અને થોડા પૂજારી મંદિરનો દરવાજો ખોલી રહ્યા હતા. ભક્તોએ પૂજારીને પૂછ્યું કે તમે તો છ મહિના સુધી મંદિર નહીં ખુલે તેમ કહ્યું હતું..
તેની વાત સાંભળીને મંદિરના પૂજારી આશ્ચર્યમાં પડી ગયા અને કહ્યું કે હવે એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને આજે અખાત્રીજનો દિવસ છે. મંદિર ખોલવાનો સમય થઈ ગયો છે. ક્યારે ભક્તોએ તેને કહ્યું કે તે ગઈકાલ રાત્રે જ અહીં આવ્યો હતો અને જમીને સુઈ ગયો હતો. આજે જાગ્યો ત્યારે અક્ષય તૃતીયા કેવી રીતે થઈ શકે.
પૂજારીઓ પણ વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ જૂઠું બોલતો હશે કારણ કે છ મહિના સુધી હિમવર્ષા વચ્ચે કોઈ માણસ અહીં કેવી રીતે જીવી શકે. જોકે તે ભક્તોની વાત સાંભળીને પૂજારીને પણ માનવું પડ્યું કે ભગવાન કેદારનાથની કૃપાથી આ ચમત્કાર થયો હશે.