ગરીબ પરિવારની દીકરીના ગામ લોકોએ ધામધૂમથી કરાવ્યા લગ્ન, મહેસાણાના આ ગામના લોકોએ માનવતાનું પૂરું પાડ્યું ઉદાહરણ

સોશિયલ મીડિયાના માધ્યમથી અવનવી ઘટનાઓ વિશે જાણવા મળે છે. તેમાંથી કેટલીક ઘટનાઓ એવી હોય છે જે આપણને ભાવુક કરી દેતી હોય છે. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવી. મહેસાણા ના એક ગામમાં લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મહેસાણાના આ ગામનો આ કિસ્સો સાંભળીને લોકો ગ્રામજનોના વખાણ કરી રહ્યા છે. મહેસાણામાં કુકસ નામનું ગામ આવેલું છે જ્યાં તાજેતરમાં જ ગ્રામજનોએ એકત્ર થઈને એક ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા.

ચેતનભાઇ રાઠોડ કુકસ ગામમાં ત્રણ વર્ષ પહેલા રહેવા આવ્યા હતા અને તે અહીં ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ચેતનભાઇ ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી.

તેવામાં તેની દીકરીના લગ્ન નક્કી થયા પણ તેઓ લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા. આ વાતની જાણ ગામ લોકોને થતા ગ્રામજનોએ ચેતનભાઇ ની આર્થિક મદદ કરી અને દીકરીના લગ્નનો ખર્ચ ગ્રામજનોએ એકબીજા સાથે વહેંચી લીધો.

મંડપના ખર્ચથી લઈને દીકરીના કર્યા વર્ષ સુધીની બધી જ વસ્તુઓ ગ્રામજનોએ ગોઠવી આપી અને દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા. જ્યારે દીકરીની વિદાય થઈ ત્યારે ચેતનભાઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમનું કહેવું હતું કે દીકરીના આટલા સારી રીતે લગ્ન ગ્રામજનોની મદદ વિના થઈ શકે તેમ ન હતા.

Leave a Comment