ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. જોકે આધુનિક સમયમાં ટેકનોલોજી ની મદદ થી લોકો ઓછા ખર્ચે ખેતીમાં પણ સારો નફો કમાય છે. આવી જ એક જામનગરની મહિલા છે.
જામનગરના એક ગામની રહેવાસી મહિલા જેમનું નામ પારુલ બેન છે તેમણે પોતાની જમીનમાં અમેરિકામાં સુપર ફૂડ ગણાતી કીનોવાના ની ખેતી કરી અને સફળતા પ્રાપ્ત કરી છે.
તેમણે પોતાની જમીનમાં ટ્રાયલ બેઝ ઉપર આ વસ્તુની ખેતી કરી હતી અને પ્રથમ વખતમાં જ તેમને સફળતા મળી. પારુલ બેન 10 ધોરણ સુધી જ ભણેલા છે તેમ છતાં તેમણે હિંમત હારી નહીં અને ખેતીમાં અવનવા પ્રયોગ કરવાનું શરૂ રાખ્યું. તેમણે 2020 માં ટાયર બેઝ ઉપર કિલોવાની ખેતી કરવાનો પ્રયાસ કર્યો. તેની ખેતીમાં ખર્ચો નહીંવત આવ્યો અને ત્રણ વર્ષ પછી તેમને ખેતીમાં સારી એવી સફળતા મળી ગઈ.
તેમનું જણાવવું છે કે આ ખેતીમાં ખાતર કે દવાની જરૂર હોતી નથી. તેથી તેમને પહેલી વખતમાં જ સારો એવો નફો પણ મળ્યો.