સાત લાખની ચેન ગરીબ દીકરીએ પરત કરી તેના માલિકને, તેની ઈમાનદારી ના કારણે તેને મળ્યું આટલું મોટું ઇનામ

આજનો સમય એટલો ખરાબ છે કે જો કોઈ વ્યક્તિને રસ્તામાં 500 રૂપિયાની નોટ પણ મળે તો તે કોઈને કીધા વિના પોતાના ખિસ્સામાં મૂકી દે. પરંતુ આવી સ્થિતિમાં ઘણા લોકો એટલી પ્રમાણિકતા દર્શાવે છે કે જેને જોઈને લાગે કે માનવતા ખરેખર નથી મરી પરવારી.

રાજસ્થાનના નિયમોઠા ગામમાં આ ઘટના બની છે. અહીં રહેતા રાજેન્દ્ર મીના નામના વ્યક્તિના દીકરાના લગ્ન હતા. લગ્ન પ્રસંગ દરમિયાન તેમની સાત લાખની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. લગ્ન પ્રસંગમાં સોનાની ચેન ખોવાઈ હતી તેથી તેમણે પણ માની લીધું હતું કે સાત લાખની સોનાની ચેન કોઈ સગાને મળે તો પણ તે પરત ન કરે. તેમણે માંડી વાળ્યું હતું કે તેમને છે અને પરત મળશે.

જોકે લગ્નના બીજા જ દિવસે જ્યારે બંને પતિ પત્ની ઉદાસ હતા ત્યારે એક છોકરી તેમને મળવા આવી. છોકરીએ તેમને તેઓ ચિંતામાં શા માટે છે તે પૂછ્યું. બંને પતિ પત્નીએ જણાવ્યું કે લગ્ન પ્રસંગ દરમિયાન આટલી કીમતી જૈન ખોવાઈ ગઈ છે.

ક્યારે તે દીકરીએ પોતાના પર્સમાંથી ચેન કાઢી અને તેમના હાથમાં મૂકી દીધી. પછી તેણે જણાવ્યું કે જ્યાં રાજેન્દ્રભાઈના દીકરાના લગ્ન હતા ક્યાંથી આ દીકરીને તે ચેન મળી આવી અને તેણે તેના માલિકની તપાસ કરીને ચેન પરત કરી દીધી. ગરીબ દીકરીની ઉદારતા જોઈને રાજેન્દ્ર મિના એ તેને એક લાખ રૂપિયા ભેટ તરીકે આપ્યા.

Leave a Comment