દાદા દાદી બનવાની ઉંમરમાં દંપત્તિ બન્યા જોડિયા બાળકોના માતા-પિતા, આ ટેકનોલોજી થઈ મદદરૂપ

લગ્ન પછી થોડા વર્ષ થાય એટલે દરેક દંપત્તિને ઈચ્છા હોય છે કે તેનું એક સંતાન હોય. પરંતુ ઘણા દંપતી એવા હોય છે જેમનું આ સપનું વર્ષો સુધી પૂરું થતું નથી. પહેલાના સમયમાં આવા કિસ્સામાં દંપત્તિને નિઃ સંતાન જ રહેવું પડતું. પરંતુ હવે ટેકનોલોજી નો ઉપયોગ કરીને મોટી ઉંમરે પણ દંપત્તિ સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના હાવડામાં રહેતા 70 વર્ષીય તપન દત્તા અને તેમની 54 વર્ષીય પત્ની રૂપા દત્તા બે સંતાનો ના માતા પિતા બન્યા. તેમને એક દીકરો હતો જે વર્ષ 2019 માં ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામ્યો.

ત્યાર પછી બંને જીવનમાં એકલા થઈ ગયા હતા અને આ એકલતાને દૂર કરવા માટે તેમણે ફરીથી માતા-પિતા બનવાનું નિર્ણય કર્યો. તેમને ડોક્ટરોનો સંપર્ક કર્યો અને પછી તેમણે સંતાન પ્રાપ્તિ માટે ટ્રીટમેન્ટ કરાવી.

જોકે ડોક્ટરોના અનુભવ અને સફળ ટ્રીટમેન્ટના કારણે આ દંપત્તિને દાદા દાદી બનવાની ઉંમરમાં ફરીથી સંતાન સુખ પ્રાપ્ત થયું અને તેમને જોડિયા બાળકોનો જન્મ થયો.

Leave a Comment