26 વર્ષના દીકરાનું મૃત્યુ થઈ જતા ડિપ્રેશનમાં સરી પડ્યા દંપતી, આઈવીએફ ટ્રીટમેન્ટ થી અંધકારમય જીવનમાં પથરાયો ઉજાસ

કોરોના મહામારી માં ઘણા લોકોએ પોતાના વહાલ સોયા વ્યક્તિઓને ગુમાવી દીધા. તેવી જ રીતે ગાંધીનગરમાં રહેતા 58 વર્ષીય પિતા અને 50 વર્ષીય માતાએ પોતાનો એકનો એક દીકરો જેની ઉંમર 26 વર્ષની હતી તેને પણ ગુમાવી દીધો. તેમના દીકરાને પણ કોરોના પછી ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું અને તેનું મોત થઈ ગયું. 26 વર્ષના દીકરા માટે માતા પિતા કન્યા શોધીને લગ્નની તૈયારી કરી રહ્યા હતા તેવામાં તેનું મોત થઈ જતા માતા પિતા ડિપ્રેશનમાં સરી પડ્યા.

ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં મગનભાઈ ભગોરા કામ કરતા હતા તેમના પુત્રનું અવસાન થઈ જતા પતિ પત્ની બંને નિરાશ થઈ ગયા હતા. તેવામાં તેમના એક મિત્રએ તેમને આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ આપી. તેમણે મિત્રની સલાહ માનીને અમદાવાદમાં પ્લેનેટ વિમેન ખાતે મેહુલ દામાણી અને સોનલ ધામાણીની અંડરમાં આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવી. પ્રથમ પ્રયાસમાં જ તેમને ગર્ભાવસ્થા રહી અને 50 વર્ષની ઉંમરે મહિલાએ રથયાત્રાના દિવસે જ ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.

આ ઘટનાને ડોક્ટરો પણ ચમત્કાર ગણાવી રહ્યા છે ડોક્ટર દામાણીનું કહેવું છે કે 50 વર્ષની સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થા ધારણ કરે ત્યારે ઘણી તકલીફો થઈ શકે છે પરંતુ આ દંપત્તિના કેસમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થઈ અને મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. દંપતી પણ માને છે કે તેમના પુત્રનો ફરીથી તેમના ઘરે જન્મ થઈ ગયો.

Leave a Comment