મંદિરમાં દર્શન કરવા આવેલો યુવકનું ભગવાનની સામે જ થયું મોત, મોતની ઘટના સીસીટીવી માં થઈ કેદ

જીવન અને મૃત્યુ કોઈ વ્યક્તિના હાથની વાત નથી. દરેક વ્યક્તિના જન્મનો સમય પણ નક્કી હોય છે અને તેનું મૃત્યુ ક્યારે આવશે તે પણ નક્કી હોય છે પરંતુ આપણે તે વાત જાણી શકતા નથી કે ક્યારે કોને કેવી હાલતમાં મૃત્યુ મળશે. તમે ઘણી એવી ઘટનાઓ જોઈ હશે જેમાં કોઈ વ્યક્તિ અચાનક જ મૃત્યુ પામે.

આવી જ એક ચોકાવનારી ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટનામાં મંદિરની અંદર એક યુવકનું મોત થઈ જાય છે. યુવકના મોતની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે જે સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સાઈબાબાના મંદિરે દર્શન કરવા ગયો હતો. મંદિરના સીસીટીવી માં જોઈ શકાય છે કે યુવક એકદમ સ્વસ્થ હોય તેવી હાલતમાં મંદિરમાં અંદર આવે છે અને ભગવાનની મૂર્તિ સામે પોતાનું માથું નમાવે છે. જોકે થોડીવાર પછી તે ઉભો થતો નથી. સાઈબાબા ની પ્રતિમા સામે જ તેને મોત મળી જાય છે. આ ઘટના મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું છે.

મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ રાકેશ હતું અને તેની ઉંમર 42 વર્ષની હતી. તે ગુરૂવાર હોવાથી સાંઈબાબાના મંદિરે દર્શન કરવા ગયો હતો મંદિરમાં દર્શન કર્યા પછી તે સાઈબાબા ની પ્રતિમા ની પરિક્રમા કરતો હતો અને ત્યાર પછી સાઈબાબા ની મૂર્તિ સામે બેસીને જમીન પર માથું નમાવે છે. બસ એ જ ક્ષણે તેના પ્રાણ પણ નીકળી જાય છે.

થોડીવાર સુધી તેના શરીરમાં કોઈ હલનચલન ન થતા અન્ય લોકો જે દર્શન કરવા આવ્યા હતા તેમણે તેને જોયો તો ખબર પડી કે તે બેભાન થઈ ગયો છે. મંદિરના કર્મચારીઓએ તુરંત જ 108 ને બોલાવી તો તેમણે તેને મૃત જાહેર કર્યો.

Leave a Comment