આજના સમયમાં પણ જ્યાં ઘણા લોકો દીકરીનો જન્મ થતા તેને તર છોડી દેતા હોય છે અથવા તો જન્મ લેવા દેતા જ નથી તેવામાં એક પરિવાર એવો છે જે સમાજને નવો રાહ ચીંધી રહ્યો છે. આજની યુવા પેઢી શિક્ષક બની રહી છે અને સમજી રહી છે કે દીકરી અને દીકરામાં કોઈ ભેદ હોતો નથી. તેવામાં એક પરિવારમાં દીકરીનો જન્મ થતાં તેમણે દીકરીનું સ્વાગત એટલું ભવ્ય રીતે કર્યું કે દરેક લોકો જોતા રહી ગયા.
આ ઘટના બની છે ચરુ ના વોર્ડ નંબર 14માં. અહીં નિર્મલ સહિની અને લલીતાબેન રહેતા હતા તેમના લગ્નની ઘણા વર્ષો થઈ ગયા હતા પરંતુ સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું. તેમના પરિવારમાં તેમના સંતાનની રાહ જોવાઈ રહી હતી સાથે જ આ પરિવારમાં છેલ્લા 30 વર્ષથી દીકરીનો જન્મ પણ થયો ન હતો.
તેવામાં લલીતાબેન ગર્ભવતી થયા અને 9 માસ પછી તેમણે સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો. ઘરમાં બાળકીનો જન્મ થયો છે તે વાતથી પરિવારના લોકો ખુશ થઈ ગયા અને દીકરીના જન્મની ઉજવણી દિવાળી નો તહેવાર હોય તેવી રીતે કરવામાં આવી.
દીકરી ના પિતા નિર્મલભાઇ નું કહેવું હતું કે તેમનું આ પહેલું સંતાન છે અને તે પણ દીકરી હોવાથી તેમને ખૂબ જ ખુશી થઈ છે. બાળકીનો જન્મ પછી જ્યારે તેને હોસ્પિટલેથી ઘરે મોકલવામાં આવી તો તેને ઘરે લઈ જવા માટે ફૂલોથી શણગારેલી કાર તૈયાર કરવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલથી ઘર સુધી બેન્ડવાજા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઘરમાં પણ બાળકીના જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને તેનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું.