માતા મોગલ નું નામ તો તમે દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે માતા મોગલ નું નામ લેવાથી જ દરેક દુઃખ દૂર થઈ જાય છે અને માતા મોગલના ધામમાં જે કોઈપણ વ્યક્તિ જતા હોય છે તે ક્યારેય દુઃખી હાથે પાછા ફરતા નથી અને ભક્ત જે કોઈ પણ બાધા રાખે છે તે ઈચ્છા પણ તેમની જરૂરથી પૂરી થાય છે આમ તેમની ઈચ્છા અને માનતા પૂરી થાય છે ત્યારે તેઓ માતા મોગલના ચરણે માથું નમાવવા માટે આવતા હોય છે.
ઘણા બધા કિસ્સાઓ એવા પણ આપણને જોવા મળ્યા છે કે જ્યારે તેમના ભક્તની દરેક ઈચ્છાઓ અને મનોકામના પૂરી થઈ જાય છે ત્યારે તેઓ હજારો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ તમને જાણીને નવાઈ થશે કે માતા મોગલ પૈસાના બિલકુલ ભૂખ્યા નથી તેઓ હંમેશા ભાવ ના ભૂખ્યા છે. આમ જો માતા મોગલ ઉપર વિશ્વાસ રાખવામાં આવે તો દરેક કાર્ય પુરા થઈ જાય છે ભગુડા તથા કબરાઉ ગામમાં માતા મોગલ બિરાજમાન છે
માતા મોગલ દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે ત્યારે અમે તમને તેમના મંદિરો વિશે જણાવીશું ત્યાં માતા મોગલ હંમેશા હાજરા હજૂર રહે છે અને તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે માતા મોગલ નો અમદાવાદમાં પણ એક મંદિર છે અને ખરેખર તે મોગલ માતા અમદાવાદના એક બ્રાહ્મણ પરિવારના ઘરમાં બિરાજમાન છે આ પરિવારની પુત્રી એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી અને તે દિવસે જ માતા મોગલ તેમના સપનામાં આવ્યા પરંતુ દીકરી તેમને સમજી શકી ન હતી.
એક દિવસ જ્યારે માતાજી તેના સ્વપ્નમાં આવ્યા અને તેમનું ચિત્ર બનાવવાની વાત કરી હતી અને બીજા દિવસે તે દીકરીએ માતાજી નું ચિત્ર બનાવ્યું ત્યારે તે માતા મોગલ નું નીકળ્યું આ માતા મોગલના આ પરચા પછી બ્રાહ્મણ પરિવાર એ માતા મોગલ ની પોતાના ઘરમાં જ સ્થાપના કરી હતી.
કહેવામાં આવે છે કે હજારોની સંખ્યામાં અહીં માઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને અમે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આવેલ આ માતા મોગલના મંદિરમાં એક પણ રૂપિયાની ભેટ લેવામાં આવતી નથી. અને કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવારમાં સાક્ષાત મોગલ માતા બિરાજમાન છે.