રાત્રે બસમાં એકલી મુસાફરી કરી રહી હતી યુવતી, કંડકટર ડ્રાઇવરને ખબર પડી કે કોઈ નથી આવ્યું લેવા તો કર્યું આવું કામ…

આજના સમયમાં ઘણી વખત મહિલાઓની સુરક્ષા જોખમાય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. આપણા સમાજમાં મોટાભાગના લોકો એવા હોય છે જે મહિલાઓની સુરક્ષા ને મહત્વ આપતા હોય છે. આવા લોકો ક્યારેક એવા કામ કરી બેસતા હોય છે કે જેના કારણે વિચારસરણી જ બદલી જાય. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ.

દેશભરમાં મહિલાઓની સુરક્ષા ને લઈને કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમ છતાં ઘણા લોકો એવા હોય છે જે એકલી યુવતી પર નજર બગાડતા હોય છે. પરંતુ સામે કેટલાક એવા લોકો પણ હોય છે જે મહિલાઓની સુરક્ષા ને લઈને ખૂબ જ ગંભીર હોય છે. આજે તમને આવી જ એક ઘટના વિશે જણાવીએ જેના વિશે જાણીને તમે બે લોકોના વખાણ કરતા થાકશો નહીં.

આ ઘટનામાં મુંબઈમાં એક યુવતી એકલી બસમાં મુસાફરી કરી રહી હતી. મુંબઈ જેવા મોટા શહેરમાં અડધી રાત્રે યુવક યુવતીઓનું કામ પૂરું થાય પછી તેઓ બસ કે ટ્રેન મારફતે પોતાના ઘરે પહોંચતા હોય છે. આવી જ રીતે એક યુવતી રાત્રે 1:30 વાગ્યે તેનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહી હતી. તેને જોઈને લાગતું હતું કે તે કદાચ પહેલી વખત આટલી મોડી મુસાફરી કરી રહી છે અને તે નર્વસ પણ હતી.

જ્યારે તેને ઉતરવાનું સ્ટેન્ડ આવ્યું ત્યારે કંડક્ટરે તેને પૂછ્યું કે તેને લેવા કોઈ આવ્યું છે કે નહીં. કંડકટર તરફથી આવો પ્રશ્ન પૂછવામાં આવતા યુવતી વધારે ગભરાઈ ગઈ. પરંતુ તેણે હિંમત કરીને ના કહી દીધી. ત્યાર પછી બસના ડ્રાઇવર અને કંડક્ટરે જે કર્યું તે યુવતીએ પણ વિચાર્યું ન હતું.

યુવતી તેના સ્ટેન્ડ ઉપર ઉભી ગઈ અને બસના ડ્રાઈવરે બસને પણ સાઈડમાં ઊભી રાખી દીધી. પછી જ્યાં સુધી યુવતી ને ઓટો ન મળી ગઈ અને તે ત્યાંથી જતી ન રહી ત્યાં સુધી ડ્રાઇવર અને કંડકટર તેની સાથે ઊભા રહ્યા જેથી તેની સાથે કોઈપણ જાતની અણધારી ઘટના ન બને.

આ સમગ્ર ઘટના વિશે યોગ્ય પોતાના ઘરે જઈને પોતાના ટ્વિટર પરથી જાણકારી આપી હતી. યુવતીએ ટ્વિટર પર લખ્યું હતું કે કામ પૂરું કરીને તે સલામત રીતે ઘરે પહોંચી ગઈ તેનું કારણ બેસ્ટ બસના ડ્રાઇવર અને કંડકટર ભાઈઓ છે. તેઓએ યુક્તિને અડધી રાત્રે સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી.

Leave a Comment