ગુજરાતી વિશ્વના કોઈપણ ખૂણામાં વસતા હોય પરંતુ પોતાની મસ્તી અને પોતાની જીવન શૈલીને છોડતા નથી. જ્યાં ગુજરાતી વસતો હોય ત્યાં ગુજરાત સદા કાળ રહે છે. આ વાતને ફરી એકવાર એક ગુજરાતીએ સાચી સાબિત કરી બતાવી છે. તાજેતરમાં જ ન્યૂયોર્કમાં એક ગુજરાતી નો અવાજ તે વરઘોડો નીકળ્યો હતો. આવી ઘટના કદાચ પહેલી વખત બની હશે કે ન્યૂયોર્કના રસ્તા ઉપર વરઘોડો નીકળ્યો હોય. આ વરઘોડાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
એક ગુજરાતી પરિવારમાં લગ્ન હતા. ગુજરાતીઓ પોતાના લગ્ન ધામધૂમથી કરવા માટે પ્રખ્યાત છે. તાજેતરમાં અહીં પણ દીકરાના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા અને ન્યૂયોર્ક શહેરના લોકોના ધ્યાનમાં પણ આ લગ્ન આવી ગયા. શેરીઓમાં નીકળેલા આ વરઘોડામાં અમેરિકન લોકો પણ ડાન્સ કરતા જોવા મળે છે.
આ વિડીયો instagram પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોને સુરજ પટેલે શેર કર્યો છે. આ લગ્ન સુરજ પટેલના ભાઈના હતા અને લગ્ન સમારોહ દરમિયાન તેમણે આખો બ્રોડબે બંધ કરાવીને વરઘોડો કાઢ્યો હતો.
વરઘોડામાં વર અને કન્યા ખૂબ જ મજા કરતા જોવા મળે છે. સુરજ પટેલ અમેરિકી કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર છે. વિડીયો શેર કરીને કેપ્શન માં લખ્યું હતું કે તેમનું મન ભરાઈ આવ્યું કારણકે તેના પરિવારમાં તેના ભાઈના લગ્ન અવિશ્વાસનીય ઉત્સાહ સાથે થઈ રહ્યા છે.
જોકે આ વીડિયોમાં કેટલાક લોકોએ કોમેન્ટ કરીને પોતાનું ગુસ્સો પણ ઠાલવ્યો છે. કારણ કે વરઘોડા માટે રસ્તો બંધ કરાવવામાં આવ્યો હતો.