તાજેતરમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી અરુણ બોથરાની એક ઘટના સામે આવી છે. ઓરિસ્સાના ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે કાર્યરતરા જ્યારે જયપુર પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. જયપુર એરપોર્ટ ઉપર તેમની બેગ તપાસવામાં આવી હતી.
તેમની બેગમાં એવું કંઈક હતું જેના કારણે તેમને અટકાવવામાં આવ્યા. સ્કેનરમાંથી બેગ કાઢીને જ્યારે બેગ ખોલીને જોવામાં આવી તો બેગ ની અંદરથી લીલા વટાણા નીકળ્યા.
આવું પહેલી વખત હતું કે એક બેગ ભરીને લીલા વટાણા કોઈ એરપોર્ટ પર લાવ્યું હોય. આ જોઈને સુરક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. આ સમગ્ર ઘટનાની તસવીરો અરુણ બોથરાએ જ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સાથે જ તેણે કારણ પણ લખ્યું હતું કે જયપુરમાંથી તેમણે ૪૦ રૂપિયાના કિલો વટાણા ખરીદ્યા હતા.
તેમની આ પોસ્ટ ઉપર અન્ય એક અધિકારીએ કોમેન્ટ કરી હતી કે એક વખત તેઓ આવી રીતે રીંગણ અને દુધી લઈને નીકળ્યા હતા જ ના કારણે એરપોર્ટ ઉપર તેમને ₹2,000 નો દંડ ભરવો પડ્યો. આ તસવીરો સાથે હવે સોશિયલ મીડિયા પર લોકો બનાવીને મજા લઇ રહ્યા છે.