આગામી વર્ષમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની પઠાન ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર પછી તાજેતરમાં જ એક ગીત પણ રિલીઝ થયું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ બોલ્ડ કપડા પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. જોકે આ ગીતમાં એક સિંગ દરમિયાન દીપિકા પાદુકોણે ભગવાન રંગની બિકની પહેરી છે જેના કારણે વિવાદ ભડક્યો છે.
આમ તો બોલીવુડની ઘણી બધી ફિલ્મો વિરુદ્ધ બોયકોટ અને રિલીઝ સામે રોક નો વિવાદ શરૂ થતો રહે છે. ત્યારે ફરી એક વખત પઠાણ ફિલ્મ પણ વિવાદમાં આવી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું વિરોધ શરૂ થયો છે અને લોકો તેને બોય કોટ કરવાની માંગ કરવા લાગ્યા છે.
ત્યારે આ મામલે ગુજરાતના પ્રસિદ્ધ ડાયરાના કલાકાર રાજભા ગઢવી એ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. રાજભા ગઢવીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તેણે ફિલ્મને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. વીડિયોમાં તેને કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ધર્મને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.. તાજેતરમાં જ ફિલ્મ પઠાણનું એક ગીત રિલીઝ થયું છે જેમાં દીપિકાએ ભગવાન રંગના કપડા પહેર્યા છે. તેણે આગળ કહ્યું હતું કે ગુજરાતમાં આ ફિલ્મને રિલીઝ થવા દેવી જોઈએ નહીં. કારણ કે આ ગીતના માધ્યમથી આપણી ભાવનાઓ સાથે અને પરંપરા સાથે રમત રમવામાં આવી રહી છે.
રાજભા ગઢવીએ આગળ કહ્યું હતું કે 75 વર્ષ સુધી આ કામ થયું છે અને હજુ પણ ચાલુ છે. સાથે જ તેમણે કરણી સેના મહાકાલ સેના શિવસેના બજરંગ દળ સહિતના સંગઠનો ને પણ આહવાન કર્યું છે કે ફિલ્મને રિલીઝ થતા અટકાવવામાં આવે.
રાજભા ગઢવીએ આગળ ઉમેર્યું હતું કે ભગવાન રંગના કપડાં પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ની મજાક ઉડાવવામાં આવી છે તેને સહન કરવામાં નહીં આવે. આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં નહીં આવે. સાથે જ તેમણે સેન્સર બોર્ડને પણ કહ્યું છે કે આ બધું જોયા પછી ફિલ્મ પર સાઇન થશે તો તેઓ શાંતિ દોડવાનો પ્રયાસ કરશે. આ ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ક્યાંય રિલીઝ થવી જોઈએ નહીં.