અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી થાય તે માટે હજારો હરિભક્તો છેલ્લા કેટલાક મહિનાઓથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ ઉત્સવ માટે વિશાળ જગ્યામાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેથી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમનો આનંદ આરામથી માણી શકે
જોકે શતાબ્દી મહોત્સવ દરમિયાન એક દુઃખદ ઘટના પણ બની ગઈ છે. શતાબ્દી મહોત્સવમાં સેવા આપી રહેલા પૂજ્ય નિર્મલ કીર્તિ સ્વામી નું અચાનક અવસાન થયું છે. નિર્મલ કીર્તિ સ્વામીએ વર્ષ 2011માં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે સારંગપુર ખાતે અભ્યાસ કર્યો હતો અને ત્યાર પછી મુંબઈમાં રહીને સત્સંગ પ્રવૃત્તિ અને સેવાકીય કાર્યકર્તા હતા.
તેઓ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં જોડાયા હતા તે દરમિયાન તેમને અચાનક હૃદયનો હુમલો આવતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે ટૂંકી સારવાર દરમિયાન જ તેઓ ધામમાં પધાર્યા. આ સમાચારથી હરિભક્તોમાં ગંગીની છવાઈ ગઈ છે. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે 600 ની જમીનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવ નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મહંત સ્વામી એ મળીને કર્યું હતું.