પુત્ર નું મૃત્યુ થઈ જતા પુત્રવધુ અને પૌત્રીના ભવિષ્ય માટે સાસુ-સસરાઈએ લીધો એવો નિર્ણય કે સમાજમાં ચારે તરફ થઈ રહ્યા છે વખાણ

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન કોરોના વાયરસ એ ઘણા પરિવારના આધાર છીનવી લીધા છે. ઘણા પરિવાર એવા છે જ્યાં કોરોના વાયરસ ના કારણે પરિવારનો મુખ્ય આધાર જ છીનવાઈ ગયો હોય. આવો જ એક પરિવાર છે જે હાલ ગુજરાતના દરેક પરિવાર માટે ઉદાહરણ રૂપ બન્યો છે.

નવસારી નો મહેતા પરિવાર હાલ ખૂબ જ ચર્ચામાં છે. મહેતા પરિવાર ના દીકરાનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું હતું. નાની ઉંમરમાં દીકરાનું મૃત્યુ થઈ ગયું જેના કારણે પુત્રવધુ વિધવા થઈ ગઈ અને આઠ વર્ષની પૌત્રી નિરાધાર થઈ ગઈ.

જોકે સાસુ સસરા પુત્ર વધુને દીકરીની જેમ સાચવતા હતા પરંતુ જીવન જીવવા માટે કોઈ આધાર ની જરૂર પડે તેના કારણે હરીશભાઈ મહેતા અને શીલાબેન મહેતાએ પુત્રવધુ રીમા ના ફરીથી લગ્ન કરાવવાનું નક્કી કર્યું જેથી પુત્રવધુ અને આઠ વર્ષની પૌત્રી નું ભવિષ્ય સુરક્ષિત રહે. રીમા એ પણ પોતાના સાસુ સસરાની માતા પિતા તરીકે સેવા કરી હતી.

પોતાની પુત્ર વધુ માટે સાસુ સસરાએ અમેરિકામાં રહેતા નિમેષ ગાંધી નામના યુવકને પસંદ કર્યો. નિમેષ ગાંધી ભારત આવ્યો અને મહેતા પરિવાર સાથે મુલાકાત કરી અને રીમા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને સાથે જ તેની આઠ વર્ષની દીકરીને પણ સ્વીકારી. સાસુ સસરા એ પોતાની દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને આ ઘટના રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની.

Leave a Comment