સંતાનોની ફરજ હોય છે કે તે મોટા થઈને માતા પિતાની સેવા કરે. માતા-પિતા પોતાના સંતાને ભણાવી ગણાવીને સક્ષમ બનાવે છે તેવામાં સંતાનની પણ ફરજ હોય છે કે જ્યારે માતા પિતાની ઉંમર થાય ત્યારે તેમને સાચવે. પરંતુ આજના આધુનિક સમયમાં ઘણા સંતાનોને માતા-પિતા ભાર લાગવા લાગે છે અને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પરંતુ તેવામાં એક દીકરી એવી પણ છે જેને માતા પિતાને સાચવવા માટે આજીવન લગ્ન કર્યા નહીં.
સુરતના પ્રતિષ્ઠિત એવા દેસાઈ પરિવારને બે દીકરીઓ હતી. તેમાંથી એક દીકરીએ હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કરીને વિદેશમાં જવાનું નક્કી કર્યું અને બીજે દીકરી ડિમ્પલ એ સુરતમાં રહીને જ એન્જિનિયરિંગ કરી નોકરી કરવાનું શરૂ કર્યું. પરિવારની એક દીકરીના લગ્ન થઈ ગયા પરંતુ ડિમ્પલ એ નક્કી કર્યું કે તે માતા પિતાની સેવા કરવા માટે ઘરે જ રહેશે અને લગ્ન કરશે નહીં.
જોકે માતા પિતાની ઈચ્છા હતી કે તેમના પરિવારનો વંશ આગળ વધે તેથી ડિમ્પલે વધુ એક વખત ક્રાંતિકારી પગલું ભર્યું. માતા પિતા માટે લગ્ન ન કર્યા અને પછી માતા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે તેણે આઈવીએફ દ્વારા બે જોડિયા બાળકોને જન્મ આપ્યો.
હવે ડીમપલ એક સિંગલ મધર બની છે અને તેનો પરિવાર હસી ખુશીથી આગળ જીવન જીવી રહ્યો છે. ડિમ્પલ સુરતના ભટ્ટના વિસ્તારમાં રહે છે અને હાલ તેની ઉંમર 40 વર્ષની છે. દેસાઈ પરિવાર સુખી સંપન્ન છે પરંતુ દીકરી માટે યોગ્ય વ્યક્તિ ન મળતા માતા પિતાએ પણ દીકરીને લગ્ન માટે ફોર્સ ન કર્યો. જોકે પરિવારનો વેલો આગળ વધે તે માટે ડિમ્પલને આઈવીએફ કરાવવાની છૂટ પણ આપી અને હવે ડિમ્પલને બે બાળકોનો જન્મ થયો છે. આ નિર્ણયથી પરિવારના લોકો પણ ખુશ છે.