સમાજમાં ઘણા એવા કિસ્સા બનતા હોય છે જેને જોઈને કંપારી થઈ જાય. તાજેતરમાં વલસાડમાંથી આવી ચેક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક નાનકડું બાળક રસ્તા પરથી મળી આવ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે બાળક દીકરો હતો અને તેને તેના માતા પિતાએ છોડી દીધો હતો. લોકોએ સૌથી પહેલા તો તેને હોસ્પિટલમાં દાખલ કર્યો.
દીકરાની સારવાર પછી તેને સંસ્થામાં મોકલી આપવામાં આવ્યો. આ સંસ્થામાં તે દીકરાને માતાનો પ્રેમ મળશે અને તેને સારી રીતે ઉછેરવામાં આવશે. જન્મદિનાર માતા પિતાએ તેને તર છોડી દીધો પરંતુ સંસ્થાની એક મહિલા તેના માટે યશોદા માતા બની અને તેનો ઉછેર કરશે.
સંસ્થામાં જ્યારે આ દીકરાને મૂકવામાં આવ્યું ત્યારે તેનું નામકરણ પણ કરવામાં આવ્યું અને દીકરાનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું. દીકરાના આગમનથી સંસ્થામાં ખુશી છવાઈ ગઈ હતી. જોકે દીકરાને સંસ્થામાં પહોંચાડીને પોલીસે પણ તેના માતા પિતા કોણ છે તેની તપાસ શરૂ કરી છે જોકે હજુ સુધી તે વાત ખબર પડી નથી કે કોણે આ બાળકને તરછોડી દીધું છે.
જ્યાં સુધી બાળકને તેના માતા પિતા ન મળે ત્યાં સુધી સંસ્થામાં જ તેનું ધ્યાન રાખવામાં આવશે. થોડા સમય સુધી જો માતા-પિતા બાળકને લેવા નહીં આવે તો સારો પરિવાર શોધીને બાળકને દત્તક આપી તેનું ભવિષ્ય ઉજવળ બનાવવામાં આવશે.