દીકરાની સગાઈ માં મળી રહ્યા હતા લાખો રૂપિયા અને કાર, પણ દીકરીના સસરાએ જે વાત કહી તે સાંભળીને સગાઈમાં હાજર બધા જ લોકો રડી પડ્યા

દરેક દીકરીના માતા પિતા ઈચ્છે છે કે તેમની દીકરીના લગ્ન સારા ઘરમાં થાય અને તેમને સાસરામાં ક્યારેય દુઃખ ન પડે. ઘણા એવા માતા પિતા અને પરિવાર હોય છે જે દીકરીને સમસ્યા ન થાય તે માટે તેની સગાઈ અને લગ્નમાં દહેજ તરીકે અનેક વસ્તુઓ અને લાખો રૂપિયા આપે છે.

તેવામાં રાજસ્થાનના કોટા થી એક અનોખી ઘટના સામે આવી છે. અહીં સત્ય પ્રકાશ નામના વ્યક્તિના દીકરાની સગાઈ હતી. સગાઈમાં સમાજના અનેક લોકો ઉપસ્થિત હતા. જ્યારે સગાઈ દરમિયાન છોકરી ના પિતાએ દીકરાને દોઢ લાખ રૂપિયા અને કાર આપવાની વાત કરી તો યુવકના પિતા સગાઈ માંથી ઉભા થઈ ગયા.

દીકરી ના પિતા ડરી ગયા અને તેમણે હાથ જોડીને કહ્યું કે શું ભૂલ થઈ ગઈ. ત્યારે દીકરાના પિતાએ કહ્યું કે પૈસા કે કાર તેઓ લેશે નહીં. કારણ કે તેમના વેવાઈ તેમને દીકરી આપે છે તે સૌથી મોટી વાત છે. આમ કહીને દીકરાના પિતાએ દહેજમાં એક પણ રૂપિયો લેવાની ના પાડી દીધી. દીકરાના પિતાના આ શબ્દો સાંભળીને દીકરીના પિતા સહિત દીકરીના પરિવારના બધા જ લોકોની આંખમાં આસુ આવી ગયા.

Leave a Comment