આજના સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા સતત વધી રહી છે. તેથી લોકો અન્યથી કંઈક અલગ કરીને લોકોની વચ્ચે ટકી રહેવા માટે સતત પ્રયત્ન કરે છે. ખાસ કરીને વેપારીઓ અને દુકાનદાર સતત નવું નવું કરીને લોકો વચ્ચે પોતાનું આકર્ષણ જમાવી રાખવા ઈચ્છે છે.. આવી જ એક વ્યક્તિ હાલ ખૂબ જ ચર્ચામાં છે. પુણેના આલંદી વિસ્તારમાં એક વાણંદની દુકાન આવેલી છે જ્યાં દુકાનદાર સોનાના રેઝર થી લોકોની દાઢી કરે છે.
સોનાના રેસર થી દાઢી કરાવવા માટે લોકો પડા પડી કરે છે. કારણ કે આ દુકાનદાર દાઢી કરવાના માત્ર સો રૂપિયા જ લે છે. સોનાના રિઝલ્ટ થી દાઢી થતી હોવા છતાં તે વધારે રૂપિયા લેતો નથી. તને દાઢી કરવાનું રેસર 8 તોલા સોનાથી બનાવ્યું છે.. મહત્વનું છે કે ભારતની સંસ્કૃતિમાં સોનાનું વિશેષ મહત્વ છે લોકો દૈનિક જીવનમાં પણ સોના અને ચાંદીના ઘરેણા પહેરતા હોય છે.
તેવામાં સલૂન ચલાવતા આ દુકાનદારને વિચાર આવ્યો કે ગ્રાહક માટે તે સોનાનું રેઝર બનાવે અને તેનો ઉપયોગ કરે. દુકાનદાર નું કહેવું છે કે સોનાના રેઝર થી જ્યારે દાઢી થાય છે ત્યારે લોકો પણ આનંદ અનુભવે છે. કારણ કે ઘણા લોકો સોનું ખરીદી શકતા નથી પરંતુ તેઓ એ વાતથી ખુશ થાય છે કે માત્ર સો રૂપિયામાં તેઓ સોનાથી બનેલા રેઝર થી દાઢી કરાવે છે.
દુકાન તારે સોનાનો રેસર 8 તોલા સોનાથી બનાવ્યું છે જેની કિંમત આશરે ચાર લાખ રૂપિયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં આ દુકાન હવે સોનાના રેઝરના કારણે પ્રખ્યાત થવા લાગી છે અને ઘણા લોકો તો 200 km દૂર મુસાફરી કરીને આવે છે અને અહીં દાઢી કરાવે છે.