દસ લાખના પેકેજ ની નોકરી કરતો યુવાન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ટોયલેટ સાફ કરવાની કરે છે સેવા

અમદાવાદ ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી એ ખુલ્લો મુક્યો હતો. ઉદ્ઘાટન પછી લાખોની સંખ્યામાં હરિભક્તો આ મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે.

આ મહોત્સવ ને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી હજારો હરિભક્તો સેવા આપી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી ઘણા લોકો પોતાનું કામકાજ છોડીને આ મહોત્સવ માટે સેવા આપી રહ્યા છે. હા મહોત્સવમાં કરોડો રૂપિયાની કમાણી કરતા લોકો પણ એક સેવકની જેમ લોકોની સેવા કરી.

ઘણા લોકો તો એવા છે જે મેનેજમેન્ટની ઊંચી ડિગ્રી સાથે કરોડો રૂપિયા વૃશે કમાય છે તેવી નોકરી કરે છે પરંતુ મહોત્સવમાં તેઓ સામાન્ય સેવા કરે છે. આવા જ બે યુવાનો છે જે વડોદરા ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને અહીં સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે.

પ્રમુખસ્વામી નગરમાં 240 જેટલા ટોયલેટ બનાવવામાં આવ્યા છે અહીં મહિલા માટે પિંક અને પુરુષો માટે બ્લુ સૌચાલય ઉભા કરવામાં આવ્યા છે. આ સૌચાલયને દર કલાકે સાફ કરવામાં આવે છે. આ ટોયલેટ ની સાફ-સફાઈ ની જવાબદારી અને દેખરેખ વડોદરાના વતની એવા યશ પટેલ કરી રહ્યા છે.

યશ પટેલ વડોદરા ની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તે આઇઆઇટી ખડકપુર માંથી અભ્યાસ કરીને હવે વર્ષે દસ લાખના પેકેજની નોકરી કરે છે.

યશ પટેલ નું કહેવું છે કે તેને પોતાના ઘરે ક્યારે ટોયલેટ સાફ કર્યું નથી પરંતુ પ્રમુખસ્વામી મહારાજ તેના રોલ મોડલ હતા અને તેઓ તેઓ પણ નાનામાં નાનું કામ જાતે કરતા તેથી તેમના જીવનમાંથી પ્રેરણા લઈને તેમણે નક્કી કર્યું કે અહીં તે ટોયલેટ સાફ કરવાનું કામ લેશે. તેમને અહીં સેવા કરવાનું મોકો મળ્યો તેને પણ તે મોટી વાત ગણાવે છે.

Leave a Comment