સુરતમાં આવેલી એક પરિવારે પોતાના દીકરા અને દીકરીની લગ્નની કંકોત્રીમાં કંઈક એવું છપાવ્યું કે સમગ્ર ગુજરાત કરી રહ્યું છે વાહ વાહ…..

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે અને અત્યારે લગ્નની કંકોત્રીઓ પણ લોકો અલગ અલગ પ્રકારની પોતાની ઈચ્છા અનુસાર છપાવતા હોય છે આમ ઘણા બધા લોકો લગ્નની કંકોત્રીમાં ખૂબ જ સુંદર પ્રેરણાદાયક મેસેજ પણ છપાવતા હોય છે અને ઘણી બધી કંકોત્રીઓ તમે સોશિયલ મીડિયા ઉપર જરૂરથી જોઈ હશે ત્યારે જ સુરતના રાદડિયા પરિવારે એક એવા પ્રકારની કંકોત્રી છપાવી છે જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતી જોવા મળી છે.

આ પરિવારે પોતાના દીકરા તથા દીકરીના લગ્નની કંકોત્રીમાં કંઈક એ પ્રકારનું લખાણ કરાવડાવ્યું હતું કે અત્યારે સમગ્ર ગુજરાતમાં લોકો તેમની વાહ વાહ કરે છે આ પરિવારે ડિગ્રી જાનવીના લગ્ન 30 જાન્યુઆરીના રોજ તથા કાર્તિક ના લગ્ન પહેલી ફેબ્રુઆરીના રોજ લીધેલ છે.

જ્યારે આ કંકોત્રી બાબતે કાર્તિક રાદડિયા સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને કહ્યું કે ઘણા બધા વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા બાળ વિકાસ શિક્ષણ તથા મહિલા આરોગ્ય માટે ઘણી બધી યોજનાઓ અમલમાં આવી છે, પરંતુ નાના નાના ગામડામાં અશિક્ષિત વર્ગો ઘણા બધા એવા છે જે આ પ્રકારની યોજનાઓ સુધી પહોંચી પણ શક્યા નથી.

આગળ વાત કરતા તેમને જણાવ્યું કે અમારા માતા પિતા પણ અશિક્ષિત હતા અને તેમને પણ ઘણી બધી તકલીફનો આ પ્રકારે સામનો પણ કરવો પડ્યો હતો આમ તેમને પરથી મુશ્કેલી તથા અમને શિક્ષણ અને સમાજમાં યોગદાન આપવાની પ્રેરણા મળી અને તેમને આગળ જણાવ્યું કે આ સમગ્ર કંકોત્રી મારા મિત્રોએ whatsapp, facebook જેવા સોશિયલ મીડિયાના આધારે ઘણા બધા લોકો સુધી આ સુવિધા ને પહોંચતી કરી છે.

તેમને જણાવ્યું કે આ કંકોત્રીના આધારે 10% લોકોને મદદ મળશે તો હું એવું વિચારીશ કે મારો પ્રયત્ન સફળ રહ્યો છે, આમ તેમને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સુરત બીબીએ અને એલએલબી કર્યું છે ત્યારે તેમને સમાજના કાર્યમાં માસ્ટર ડિગ્રીમાં એમ.એ કરી રહ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમને પોતાની કંકોત્રીમાં વાત્સલ્ય યોજના, અમૃતમ યોજના, શૈક્ષણિક અભિયાન યોજના તથા વિદેશ અભ્યાસ લોન માટેની યોજના, ભોજન બિલ ની સહાય, વિવિધ ઉચ્ચ અભ્યાસ માટે કોચિંગ સમયની તમામ વિગતો અંદર જણાવેલી હતી. અને તેના આધારે જ આ દરેક યોજનાઓના કયા કયા ફાયદા થાય છે તેના વિશે પણ જણાવવામાં આવ્યું હતું અને તેના જ આધારે ઘણા બધા લોકોને ઘણી બધી મદદ થઈ શકે છે.

અને આગળ જણાવવામાં આવ્યું હતું કે આ લગ્નની કંકોત્રીમાં સરદાર વલ્લભભાઈ પટેલ સહિત ભગતસિંહ તથા સુભાષચંદ્ર બોઝ નો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો. તેમજ કાર્તિક રાદડિયા એ કહ્યું હતું કે પોતાની આ કંકોત્રીના બીજા પાન ઉપર આઝાદીનો અમૃત મહોત્સવ જે યોજાયો હતો તેની ઝલક પણ બતાવવામાં આવી છે.

Leave a Comment