આપણા દેશમાં ઘણા એવા મંદિરો છે જે પોતાની અલગ અલગ માન્યતાઓના કારણે ખૂબ જ ચર્ચામાં હોય છે. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત પણ હોય છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પણ જતા હોય છે. આ મંદિરમાં લોકો પોતાની વિશેષ માનતા પૂરી થતા દર્શને જાય છે. આવું જ એક ચમત્કારી અને વિશેષ માનતા પૂરી કરતું મંદિર વારાણસીમાં આવેલું છે.
વારાણસીનું મા દુર્ગાનું આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. અહીં એવા દંપતિઓ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે જેમના ઘરે પારણું બંધાયું ન હોય એટલે કે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય પણ સંતાન પ્રાપ્ત થતું ન હોય. આ મંદિર ખાતે મોટી સંખ્યામાં દંપત્તિ દર્શન કરવા આવે છે.
ખાસ કરીને નોરતા દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મા દુર્ગાના આ મંદિર ખાતે જે પણ ભક્ત આવે છે તેના દુઃખ માતાના દર્શન કરવાથી સાથે જ દૂર થઈ જાય છે. આમ તો માતા દુર્ગાના અનેક મંદિરો ભારતમાં આવેલા છે પરંતુ વારાણસીનું આ મંદિર વિશેષ છે. સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપતા આ મંદિરમાં માતા બ્રહ્મચારીણી દુર્ગા બિરાજે છે. વર્ષભર આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ ભૂમિ તપો ભૂમિ છે અને અહીં માતાએ વર્ષો સુધી ફળ અને ફૂલ ખાઈને તપસ્યા કરી હતી ત્યાર પછી આ મંદિરની સ્થાપના કરવામાં આવી. અહીં માતા હાજરાહજૂર બિરાજે છે.
વર્ષ દરમિયાન આવતી નવરાત્રી સમયે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. વિશેષ તો આ મંદિર એવા દંપત્તિ માટે પ્રખ્યાત છે જેમને સંતાન પ્રાપ્તિ થતી ન હોય અહીં આવીને માનતા રાખવાથી દંપતીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. એવા અનેક દંપત્તિ છે જેમને માતાના આશીર્વાદ સ્વરૂપ સંતાન પ્રાપ્ત થયું હોય.