આપણા રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે. પશુપાલન નો વ્યવસાય કરતા લોકો દર મહિને સારી એવી કમાણી પણ કરતા હોય છે. આજે તમને બનાસકાંઠાના 65 વર્ષના આવા જ એક દાદી વિશે જણાવીએ. 65 વર્ષના આઝાદી ભેંસ દોહવાનું કામ કરે છે અને તેનું નામ નવલબેન ચૌધરી છે.
આ દાદી કોઈ જિલ્લાના કલેક્ટર હોય અથવા તો સારી કંપનીના સીઈઓ હોય તેના કરતાં પણ વધારે કમાણી કરે છે. આ દાદી દર મહિને 11 લાખ રૂપિયા ની આવક દૂધમાંથી મેળવે છે. તે એક વર્ષમાં 1100 l થી વધુ દૂધ ભરાવીને સૌથી વધુ દૂધ ભરાવાનો રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે.
દર પંદર દિવસે નવલબેન ના ખાતામાં સાતથી આઠ લાખની આવક જમા થાય છે. વર્ષ દરમિયાન તેઓ એક કરોડથી વધારેની આવક મેળવે છે. તેમનો પશુપાલનનો વ્યવસાય એટલો મોટો થઈ ગયો છે કે હવે તેણે 10 લોકો પણ રાખ્યા છે કામ કરવા માટે. વૃદ્ધ દાદીએ 15 વર્ષ પહેલાં 15 પશુ સાથે આ વ્યવસાય ની શરૂઆત કરી હતી. હવે તેમની પાસે 180 દુધાળા પશુઓ છે.
નવલબેન નો પરિવાર ખૂબ જ ગરીબ હતો પરંતુ આ વ્યવસાય શરૂ કર્યા પછી ધીરે ધીરે તેમની આર્થિક સ્થિતિ પણ શુદ્ધરવા લાગી. પશુપાલન નો તેમને શોખ હોવાથી તેઓ આ કામને આનંદથી કરે છે અને સારી એવી કમાણી પણ મેળવી છે.