જ્યારે વ્યક્તિનું નસીબ બદલાય છે તો તેનું જીવન પણ બદલાઈ જાય છે. ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ વાતને સાબિત કરતી એક ઘટના તાજેતરમાં જ સામે આવી છે. આ ઘટના બની છે તેલંગણા ના અજય નામના વ્યક્તિ સાથે
તેલંગણામાં રહેતો અજય પોતાના પરિવારને આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચાર વર્ષ પહેલાં ભારતથી દુબઈ ગયો હતો. દુબઈમાં તે ડ્રાઇવર તરીકે નોકરીએ લાગી ગયો અને છેલ્લા ચાર વર્ષથી આ નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ડ્રાઇવર તરીકે કામ કરવા માટે અજયને દર મહિને 72 હજાર રૂપિયા મળતા.
એક દિવસ અજય તેના મિત્રની સાથે બહાર ગયો હતો ત્યારે બંનેએ લોટરી ખરીદવાનું નક્કી કર્યું. તે સમયે અજયને ખબર ન હતી કે મસ્તી મસ્તી માં ખરીદેલી આ લોટરી તેનું નસીબ બદલી દેશે. તેણે અને તેના મિત્રએ લોટરી ની ટિકિટ ખરીદી લીધી અને પછી પોતાને રોજિંદી દિનચર્યામાં વ્યસ્ત થઈ ગયા.
થોડા દિવસ પછી લોટરી ની ટિકિટ નું રીઝલ્ટ આવ્યું તો અજયને 33 કરોડનું ઇનામ લાગ્યું હતું. જ્યારે અજયને આ અંગે જાણ કરવામાં આવી તો પહેલા તો તેને વિશ્વાસ જ ન આવ્યો અને તેને લાગ્યું કે કોઈ તેની સાથે મજાક કરે છે. પરંતુ ત્યારબાદ તેને જણાવવામાં આવ્યું કે તેણે ખરેખર લોટરી જીતી છે ત્યારે તેણે ભગવાનનો આભાર માન્યો. અજય નક્કી કર્યું કે લોટરી ના રૂપિયા થી પરિવાર માટે સારું ઘર ખરીદશે અને પછી સારો એવો બિઝનેસ શરૂ કરશે સાથે જ તે જરૂરિયાત મંદને દાન પણ કરશે.