60 વર્ષથીઓ મનોજભાઈ નું અવસાન થતાં તેના પરિવારે કર્યું એવું કામ કે થવા લાગી તેમની ચર્ચા

કોઈ વ્યક્તિની મદદ કરવી તે સૌથી ઉત્તમ કામ હોય છે. તેમાં પણ પોતાના જીવનનો અંત થાય પરંતુ અન્યના જીવનમાં અજવાળું કરવા જેવું કામ કરવામાં આવે તો તે મહાન દાન કહેવાય છે. એટલે જ તો લોકો જ્યારે પોતાના સ્વજનનું અવસાન થાય છે તો તેના અંગોનું દાન કરે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે અન્નનું દાન વિદ્યાનું દાન રક્તદાન અને અંગદાન સૌથી મહાન છે. આ દાન કરવાથી અન્યના જીવનમાં અજવાળા થાય છે.

આજના સમયમાં અંગદાન નું મહત્વ લોકો સમજવા લાગ્યા છે અને જ્યારે પોતાના સ્વજનનું અવસાન થાય તો લોકો અંગદાન કરવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ અમરેલીના બટારવાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મનોજભાઈ ગોહિલ નું અવસાન થયું હતું. મનોજભાઈ ની પણ વર્ષોથી ઈચ્છા હતી કે જ્યારે તેમનું અવસાન થાય તો તેમના અંગોનું દાન કરવામાં આવે અને જરૂરીયાત મંદનું જીવન બચાવવામાં આવ્યા છે. તેમના અવસાન પછી તેમના પરિવાર એ તેમની આ ઈચ્છા પૂરી કરી.

મનોજભાઈ ના અવસાન પછી તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. તેમના ચક્ષુદાનથી બે લોકો ની દ્રષ્ટિ પરત આવી છે અને હવે તેઓ દુનિયા જોઈ શકશે. નાનકડા એવા ગામમાં રહેતા આ પરિવાર એ ચક્ષુધાન જેવું મહાન કામ કરતા તેના પરિવારના લોકોના અને મનોજભાઈના વખાણ થઈ રહ્યા છે.

Leave a Comment