બુધવારે એક ગમ્મતવાર અકસ્માતમાં એમબીબીએસનો અભ્યાસ કરતી ૨ વિદ્યાર્થીનઓના મોત થયા છે. જાણવા મળતી માહિતી અનુસાર નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓ રાત્રે હોસ્ટેલથી પરત ફરી રહી હતી તે દરમિયાન રોકે તેને અડ ફેંતે લીધા હતા.
આ ટક્કર દરમિયાન એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. અન્ય વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો. જાણવા મળતી માહિતી અનુસાર બંને મેડિકલ વિદ્યાર્થીઓ બાઈક પર ભેડાઘાટ તરફથી મેડિકલ કોલેજ હોસ્ટેલ પરત ફરી રહ્યા હતા.
આ સમયે બાઈપાસ પરથી એક ટ્રક પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તેણે બંને વિદ્યાર્થીને લીધા. ઘટનાની જાણ અન્ય લોકોને થતા તેમને તુરંત જ પોલીસને જાણ કરી. લોકોએ ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ પણ કરાવ્યા. જ્યાં એક વિદ્યાર્થીને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો.
પોલીસ સ્ટેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે નેતાજી સુભાષચંદ્ર બોઝ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસ ના એક વિદ્યાર્થીનું બાઈક પર જતા અકસ્માતમાં મોત થયું છે.
અકસ્માતમાં ટ્રકે બાઇકને અડફેટે લીધી જેના કારણે એક વિદ્યાર્થી ટ્રકની નીચે પડ્યો અને ટ્રક વિદ્યાર્થીને 100 મીટર સુધી ઘસડીને લઈ ગયો. આ ઘટનામાં કરુણ રીતે વિદ્યાર્થીનું મોત થતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું. પરિવારજનોને આશા હતી કે દીકરો ડોક્ટર બનશે પરંતુ આ સપનું પૂરું થાય તે પહેલા જ દીકરાનું જીવનદીપ ગુજાઈ ગયો