અમેરિકામાં જન્મેલા અને જાહોજલાલીમાં ઉછરેલો યુવાન બધું જ છોડી બની ગયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત

આજના સમયમાં ભારતમાં જન્મેલા અને મોટા થયેલા યુવાનોને પણ વિદેશમાં સ્થાઈ થવાનું સપનું હોય છે. લોકો અનેક પ્રયત્નો કરે છે અને લાખોનું ખર્ચ કરીને પણ વિદેશ જવાનું પસંદ કરે છે. વિદેશ જોવાના સપના ઘણા બધા લોકો જોવે છે.

પરંતુ આજે તમને એક એવા યુવક વિશે જણાવીએ જે અમેરિકા જેવા દેશમાં જ જનમ્યો હતો અને જાહોજલાલીમાં મોટો થયો હતો. તેમ છતાં બધી જ મોહમાયા છોડીને તેને સંત બની જવાનું નક્કી કર્યું. આ યુવાનનું નામ રોમેશ હતું. તેના માતા પિતા અમેરિકામાં જ સ્થાયી થયા હતા અને ત્યાં જઈ ઉમેશ નો જન્મ થયો હતો

જોકે યુમેશનું બાળપણ ભક્તિભાવ વચ્ચે પસાર થયું અને તેને નાનપણથી જ ભક્તિમાં રસ હતો. જ્યારે પણ ભારતમાંથી અમેરિકા કોઈ સંત જતા ત્યારે તેમની સાથે તે વિચરણ કરતો અને આ સમય દરમિયાન જ તેણે નક્કી કરી લીધું કે તેને પણ સંત જેવું જીવન જીવવું છે.

અમેરિકામાં પણ દર રવિવારે તે સ્વામિનારાયણ મંદિરમાં જતો અને ભક્તિ કરતો. ત્યાર પછી તેઓ એક વખત સાળંગપુર આવ્યા અને અહીં બે અઠવાડિયા જેટલું રોકાણ કર્યું. તે દરમિયાન તેઓ પ્રમુખસ્વામી મહારાજને પણ મળ્યા.

ત્યાર પછી તેણે નક્કી કરી લીધું કે તેને હવે આવું જીવન જીવવું છે અને તેણે પોતાના પરિવારને પણ આ વાત જણાવી દીધી. પરિવાર એ પણ ખુશીથી દીકરાના નિર્ણયને સ્વીકાર્યો અને તે બધું જ છોડીને સાળંગપુર આવી ગયો. તેણે ત્રણ વર્ષની પાર્શ્વદ તાલીમ પૂરી કરીને દીક્ષા લઈ લીધી.

Leave a Comment