ગુજરાતી ફિલ્મોમાં સફળ થયા પછી બોલીવુડમાં પણ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપનાર કલાકારો માંથી કિરણકુમાર પણ એક કલાકાર છે. કિરણકુમારનું મજબૂત અવાજ અને તેની શાનદાર એક્ટિંગ ઘણી વખત બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. બોલીવુડમાં તેઓ વિલન તરીકે વધારે જોવા મળ્યા છે પરંતુ ગુજરાતી ફિલ્મોના તે સુપરસ્ટાર રહી ચૂક્યા છે.
કિરણકુમાર દુરદર્શન પરના પણ એક પ્રખ્યાત કલાકાર હતા. ડિટેક્ટિવ કારણમાં તેમનો અભિનય એટલો પસંદ કરવામાં આવ્યું કે તેમને બોલીવુડ ફિલ્મોની વખત થવા લાગી હતી. તેમણે અમિતાભ બચ્ચન સહિતના કલાકારો સાથે કામ કર્યું છે.
જોકે હાલ કોરોના બાદ તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. બે વર્ષ પહેલા તેમને કોરોના થયું હતું. ત્યાર પછી તેઓ આજે એવા થઈ ગયા છે કે તેમની તસ્વીર જઈને ઓળખવા પણ મુશ્કેલ થઈ જાય. કિરણકુમાર 68 વર્ષના છે અને હવે તેઓ ફિલ્મોમાં પણ કામ કરવાનું બંધ કરી ચૂક્યા છે. તેમણે વધતી ઉંમર અને ખરાબ રહેતી તબિયતના કારણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું.
હવે તે ઘરમાં રહીને જ જીવન જીવી રહ્યા છે તાજેતરમાં જ કિરણકુમાર ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. આ તસ્વીરો જોઈને કોઈ માની ન શકે કે એક સમયે બોલીવુડની ફિલ્મોમાં વિલન તરીકે જે રાજ કરતા હતા તે કિરણકુમાર આવી હાલતમાં છે. હાલ કિરણકુમાર તેના ઘરમાં બંધ થઈને જ રહે છે.
કિરણકુમાર નું સ્કૂલિંગ ઇન્દોરમાં થયું હતું અને તેણે કોલેજ મુંબઈમાં કરી હતી. અભિનયની દુનિયામાં તેમણે એન્ટ્રી કરી તે પહેલા તેઓ પુણ્યની ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાં અભ્યાસ કરી ચૂક્યા છે. 1971 માં તેને ફિલ્મ દો બુંદ પાણીથી કરિયરની શરૂઆત કરી હતી. કિરણકુમાર એ ગુજરાતી હિન્દી ઉપરાંત ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ત્યાર પછી તેઓ ટેલિવિઝન સીરીયલ માં પણ જોવા મળી ચૂક્યા છે. તેમની દીકરી ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટાઇલિશ તરીકે કામ કરે છે.