સૌરાષ્ટ્રની ધરતી ખૂબ જ પવિત્ર ધરતી છે. આ ધરતી પર અનેક ચમત્કારિક સાધુ સંતો થઈ ગયા છે. તેમણે પોતાની સેવાની ભાવનાથી લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. આવા જ એક સંત હતા બજરંગદાસ બાપા.
બજરંગદાસ બાપુ એ પોતાનું જીવન લોકોને સેવા કરવામાં અર્પણ કરી દીધું. જેમણે તેમને જોયા છે તેઓ કહે છે કે તેઓ સાક્ષાત દિવ્ય અવતાર હતા. આજના સમયમાં એક પણ ગામ કે શહેર એવું નહીં મળે જે બજરંગદાસ બાપુ નું મંદિર ના હોય. આજે તમને બજરંગદાસ બાપાના ઘર અને તેના ગામ વિશે જાણકારી આપીએ જ્યાં તેમણે અવતાર લીધો હતો.
બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરના વલભીપુર પાસે આવેલા લાખણકા ગામે થયો હતો. સામાન્ય બાળકોની જેમ બજરંગદાસ બાપુ પણ ગામની ગલીઓમાં બાળકો સાથે રમીને મોટા થયા. આજે પણ આ ગામમાં બજરંગદાસ બાપુ નું મકાન આવેલું છે જ્યાં તેમના પરિવારના લોકો રહે છે.
તેમના વંશજ માંથી એક મનુ બાપુ કહે છે કે તેઓ સંબંધે બજરંગદાસ બાપુ ના પૌત્ર થાય છે. આ ગામમાં પણ લોકોએ બજરંગદાસ બાપાની મઢુલી બનાવી છે. જે રોજ બાપા ની પૂજા કરવામાં આવે છે. બગદાણા ગામ જેટલું મહત્વ છે એટલું જ મહત્વનું તેમનું જન્મ સ્થળ છે તેથી ઘણા લોકો અહીં પણ દર્શન કરવા આવે છે.
મનુ બાપુ ને જણાવવું છે કે જ્યારે બાપા દેવલોક પામ્યા ત્યારે ગામના નગાડા અચાનક જ વાગવા લાગ્યા હતા. મંદિરમાં ચંદન નો વરસાદ થયો હતો. આ દ્રશ્ય જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.