પિતાને ફ્લાઇટમાં બેસાડી પાયલેટ બનેલી દીકરીએ ઉડાવ્યું પ્લેન, પ્લેન ઉડાડતા પહેલા દીકરીએ કર્યું એવું કામ કે લોકો થઈ ગયા ખુશ

દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેનું સંતાન ભણી ગણીને કંઈક એવું કામ કરે છે એના કારણે દેશ અને દુનિયામાં તેનું નામ રોશન થાય. બાળકો પણ પોતાના માતા પિતાના બધા સપના પૂરા કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હોય છે. કેટલાક બાળકો એવા હોય છે જે પોતાના માતા પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દેતા હોય. જ્યારે બાળકો સફળ જીવન જીવે છે ત્યારે સૌથી વધારે ખુશ માતા પિતા થાય છે.

સોશિયલ મીડિયા પર આ વાતની સાબિતી પૂરી પાડતો એક વિડિયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને લોકો ઈમોશનલ થઈ રહ્યા છે. આ વિડીયો એ લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં એક પિતા અને દીકરી વચ્ચેના સંબંધની ઝાંખી જોવા મળે છે.

દીકરી જ્યારે ભણી ગણીને પાયલેટ બની ગઈ તો તેણે સૌથી પહેલી ફ્લાઈટ પિતાના આશીર્વાદ લઈને ઉડાવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટના દરવાજા પાસે દીકરી ઊભી છે. ત્યાર પછી તે યાત્રીઓની સીટ પર જાય છે. અહીં એક સીટ ઉપર તેના પિતા બેઠેલા હોય છે અને ફ્લાઈટ ઉડાડતા પહેલા તે પોતાના પિતાના ચરણ સ્પર્શ કરે છે અને દીકરીને પિતા આશીર્વાદ આપે છે. પિતાના આશીર્વાદ લીધા પછી દીકરી ફ્લાઈટ ઉડાડવા જાય છે.

લોકોને પિતા અને દીકરી વચ્ચેના આ સંબંધનો વિડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને પાંચ લાખથી વધુ લાઇક્સ મળી છે લોકો તેના ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Leave a Comment