બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેનો ખાસ ધ્યાન રાખવું પડે છે. દરેક માતા-પિતાને પોતાનું બાળક ખૂબ જ વ્હાલું હોય છે પરંતુ ઘણી વખત જ્યારે બાળકો પરથી થોડી વાર પણ નજર હટે તો દુર્ઘટના ઘટી જાય છે. બાળકો પ્રત્યે જો માતા પિતા બેદરકારી દાખવે તો બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાય છે કારણ કે નાની ઉંમરમાં તેઓ ઘણી વસ્તુઓ ખાઈ લેતા હોય છે અથવા તો નાખવા નાખી દેતા હોય છે.
ઘણી વખત બાળક રમત રમતમાં નાની એવી વસ્તુને પણ નાકમાં કે ગળામાં ફસાવી દેતા હોય છે. આવી સ્થિતિમાં જો તેની સારવાર યોગ્ય રીતે ન થાય તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. કેવામાં રાજકોટ થી આવી જે ઘટના પ્રકાશમાં આવી છે જે દરેક માતા પિતાને સાવચેત કરે છે.
મૂળ રાજસ્થાનના અને ઘણા વર્ષોથી રાજકોટમાં આવીને વસેલા મદનભાઈ ત્રિવેદી તેને દસ વર્ષની બાળકીને લઈને રાજકોટના એક ડોક્ટર પાસે ગયા હતા. દર્દીનું કહેવું હતું કે તેની દસ વર્ષની દીકરી સુહાના નાકમાંથી છેલ્લા ત્રણ મહિનાથી દુર્ગંધ મળતું પ્રવાહી નીકળે છે. તેમણે ઘણા ડોક્ટર પાસે સારવાર કરાવી પરંતુ કોઈ પણ જાતનો ફેર પડતો નથી.
ત્યારે રાજકોટના ઇએમટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકીના નાકમાં દૂરબીન વડે જોયું તો તેમને પણ થોડી વખત ચક્કર આવી ગયા. દૂરબીનમાં તેમને જોયું કે સુહાની ના નાકમાં એક ઇંચ નો રબરનો ટુકડો ફસાયેલો છે. તેમણે તુરંત જ ઓપરેશન કર્યું અને બાળકીના નાકમાંથી રબરનો ટુકડો બહાર કાઢ્યો.
જ્યારે પરિવારને જાણ કરવામાં આવી તો તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા કે બાળક ક્યારે આ કામ કરી લીધું તેમને પણ ખબર ન હતી. છેલ્લા ત્રણ મહિનાથી બાળકીના નાકમાં રબરનો ટુકડો હતો અને તેના કારણે જ તેના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું હતું.